________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૩૧૧ છો. કોઈપણ પદાર્થ નથી જ, આમ જ માનો છો, તેથી વ્યતિરેક ઉદાહરણ તમારી વ્યાપ્તિમાં મળતું નથી. માટે વ્યતિરેકવ્યાપ્તિ સિદ્ધ થતી નથી. તેથી હેતુ વિપક્ષવ્યાવૃત્ત છે? કે વિપક્ષથી વ્યાવૃત્ત નથી ? આ સિદ્ધ થતું નથી. માટે તમારો જે હેતુ છે તે અહેતુ જ રહે છે. સહેતુ બનતો નથી. ll૧૭૪૪-૧૭૪પી.
नत्थि परमज्झभागा, अपच्चक्खत्तओ मई होज्जा । नणु अक्खत्थावत्ती, अपच्चक्खत्तहाणी वा ॥१७४६॥ (न स्तः परमध्यभागावप्रत्यक्षत्वतो मतिर्भवेत् । नन्वक्षार्थापत्तिरप्रत्यक्षत्वहानिर्वा ॥)
ગાથાર્થ - પરભાગ અને મધ્યભાગ અપ્રત્યક્ષ હોવાથી નથી, (તેથી શૂન્યતા જ છે) આવી તમારી બુદ્ધિ થાય તો અયુક્ત છે. કારણ કે કાં તો ઈન્દ્રિય અને પદાર્થની સત્તા સિદ્ધ થાય છે. કાં તો અપ્રત્યક્ષત્વ નામના હેતુની હાનિ થાય છે. /૧૭૪૬ll
વિવેચન - ઘટ-પટ-સ્તંભ આદિ સંસારવર્તી સકલ પદાર્થોના આરામ્ભાગ, મધ્યભાગ અને પરભાગ છે જ, ચક્ષુથી ભલે પરભાગ અને મધ્યભાગ ન દેખાય તો પણ આરામ્ભાગ દેખાય છે અને તે અપેક્ષિક છે માટે પરભાગ-મધ્યભાગ છે જ. આ વાત પહેલાંની અનેક ગાથાઓમાં સમજાવી છે. તો પણ શૂન્યતાવાદી ફરીથી દલીલ કરે છે.
પ્રશ્ન - જેમ ખરવિષાણ (ગધેડાનાં શિંગડાં) દેખાતાં નથી માટે નથી. તેવી રીતે ઘટ-પટાદિ વસ્તુઓના પરભાગ અને મધ્યભાગ પણ દેખાતા નથી માટે નથી. જો પરભાગ અને મધ્યભાગ હોત તો ચક્ષુથી દેખાત, પરંતુ ચક્ષુથી દેખાતા નથી માટે નથી. ચક્ષુથી જે જે ન દેખાય અર્થાતુ અપ્રત્યક્ષ હોય તે તે પદાર્થો હોતા જ નથી. જેમકે ખરવિષાણઆકાશ-પુષ્પાદિ.
આ રીતે પરભાગ અને મધ્યભાગ નથી તેથી “આરામ્ભાગ” પણ નથી. કારણ કે આરામ્ભાગને આરાભાગે ત્યારે જ કહેવાય કે જો પરભાગ અને મધ્યભાગ પાછળ હોય તો, આમ આરાભાગ એ પરભાગ-મધ્યભાગની સાથે આપેક્ષિક હોવાથી તે બન્ને ન હોવાથી આ આરાભાગ પણ નથી. તેથી સર્વથા શૂન્યતા જ છે. આવી બુદ્ધિ (આવો પ્રશ્ન) કદાચ શૂન્યતાવાદી કહે.
ઉત્તર - શૂન્યતાવાદી કદાચ ઉપર મુજબ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન અયુક્ત છે. કારણ કે “પરભાગ અને મધ્યભાગ અપ્રત્યક્ષ હોવાથી નથી” આમ તે શૂન્યતાવાદીનું કહેવું છે.