________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
૪૮૧
જોઈ શકે છે. તેથી તે ત્રણ જ જ્ઞાનો પ્રત્યક્ષજ્ઞાન છે. આ ત્રણે જ્ઞાનથી રહિત એવા મતિશ્રુત જ્ઞાનવાળા પ્રમાતા સંબંધી સઘળું ય પણ જ્ઞાન એટલે કે પાંચે ઈન્દ્રિયો સંબંધી તથા અત્યંતર ઈન્દ્રિય મન સંબંધી જે કોઈ જ્ઞાન થાય છે તે તમામ જ્ઞાનને અનુમાન જ કહેવાય છે. કોઈપણ જ્ઞેય વિષયવાળું મતિ-શ્રુત જ્ઞાન પરોક્ષ જ છે, અનુમાન જ છે. કારણ કે ઈન્દ્રિય તથા પ્રકાશ અને જ્ઞેયદ્રવ્યનું બાદરપરિણામીપણું વગેરે કારણો હોય તો જ તે જ્ઞાન થાય છે. આમ પરસાપેક્ષ હોવાથી પરોક્ષ જ છે.
માત્ર કેવલાદિ ત્રણ શાનો જ આત્મ-સાક્ષાત્ હોવાથી પ્રત્યક્ષ છે. આ રીતે જ્ઞેયતત્ત્વને જાણવામાં પ્રત્યક્ષપ્રમાણ અને પરોક્ષપ્રમાણ એમ બે પ્રમાણો હોય છે. “નારકીના
જીવો આ સંસારમાં છે” આ વાત સમજાવવા માટે અનુમાનપ્રમાણ પણ છે અને પ્રત્યક્ષપ્રમાણ પણ છે જ. તેથી તે નારકી જીવો આ સંસારમાં છે જ, આમ સ્વીકારી લેવું
જોઈએ.
“નારકી જીવો છે જ” આ વિષયમાં પ્રત્યક્ષપ્રમાણ તો મારું કેવલજ્ઞાન જ છે. કારણ કે મને કેવલજ્ઞાન થયેલું છે અને તે કેવલજ્ઞાનથી મને સાક્ષાત્ નારકી દેખાય છે. માટે મારા કેવલજ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષપ્રમાણથી નારકી છે એમ તમારે માનવું જોઈએ. તથા નારકી જીવોની સિદ્ધિ માટે પહેલાં ઘણાં અનુમાનો જણાવ્યાં છે. તો પણ વધારે અનુમાન આગળની ગાથામાં જણાવે છે. ૧૮૯૮
पावफलस्स पगिट्ठस्स, भोइणो कम्मओऽवसेस व्व । सन्ति धुवं तेऽभिमया, नेरइया अह मई होज्जा ॥१८९९ ॥ अच्चत्थदुक्खिया जे तिरियनरा नारगत्ति तेऽभिमया । तं न जओ सुरसोक्खप्पगरिससरिसं न तं दुक्खं ॥१९००॥ (पापफलस्य प्रकृष्टस्य भोगिनः कर्मतोऽवसेस इव । सन्ति ध्रुवं तेऽभिमता, नैरयिकाः अथ मतिर्भवेत् ॥ अर्थदुःखिताये तिर्यग् नरा नारका इति तेऽभिमताः । तन् न यतः सुरसौख्यप्रकर्षसदृशं न तद् दुःखम् ॥ )
ગાથાર્થ - ઉત્કૃષ્ટ પાપફલને ભોગવનારા કોઈક જીવો છે અને તે નારકી તરીકે મહાત્માઓએ માનેલા છે. પાપકર્મના તીવ્ર ઉદયવાળા હોવાથી, શેષ તિર્યંચ-મનુષ્યોની જેમ. અહીં કદાચ પર એવો પ્રશ્ન કરે કે અતિશય દુઃખી એવા જે તિર્યંચ-મનુષ્યો છે તે