________________
૪૮૦
આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ
અથવા ફરીથી ત્રીજું અનુમાન પણ આ વિષય માટે જણાવે છે - “ન્દ્રિયજં જ્ઞાન, પ્રત્યક્ષ નિમિત્તાન્તરતો માવા, ઘુમાનજ્ઞાનવત્'' ઈન્દ્રિયોથી થનારું આ જ્ઞાન અપ્રત્યક્ષ જ છે. બીજાં નિમિત્તથી થાય છે માટે, જેમ ધૂમથી અગ્નિજ્ઞાન થાય છે તેમ.
ભાવાર્થ આ પ્રમાણે છે - પાંચે ઈન્દ્રિયોથી થનારું જ્ઞાન અપ્રત્યક્ષ છે અર્થાત્ પરોક્ષ છે. અનુમાન સ્વરૂપ છે. કારણ કે “ક્ષસ્થ” એટલે જીવના એવો અર્થ પહેલાં જણાવ્યો છે. આ રીતે પૂર્વે જણાવેલા એવા અક્ષને એટલે કે આત્માને પોતાના સિવાયના એટલે કે આત્માથી ભિન એવાં જે નિમિત્તવિશેષો (પાંચ ઈન્દ્રિયો). તેનાથી આ જ્ઞાન ઉત્પન થાય છે માટે અપ્રત્યક્ષ છે. જેમ અગ્નિનું જ્ઞાન અગ્નિને છોડીને પરનિમિત્ત એવા ધૂમથી થાય છે ત્યારે તેને અનુમાનજ્ઞાન કહેવાય છે. તે જ રીતે સ્વતિરિક્તાનિ = પોતાનાથી (આત્માથી) ભિન્ન એવી જે પાંચ ઈન્દ્રિયો રૂપી નિમિત્તો જ્ઞાનપ્રાપ્તિમાં આ જીવને કારણ બને છે. તેથી આત્માને બાહ્યનિમિત્ત વિના સીધેસીધું આ ઈન્દ્રિયજન્ય જ્ઞાન થતું નથી તેથી પ્રત્યક્ષ નથી. જે જે જ્ઞાન સાક્ષાત્ પ્રત્યક્ષ જ હોય છે. તે જ્ઞાન જીવને ઉત્પન્ન થવામાં જીવ વિનાના (ઈન્દ્રિયો-પ્રકાશ આદિ) બીજા પદાર્થોની અપેક્ષા રાખતું નથી. પરંતુ જીવ પોતે જ સાક્ષાત્ (બાહ્ય નિમિત્ત વિના જ) શેય પદાર્થને જાણે છે. જેમકે અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. આ ત્રણ જ્ઞાનો પરનિમિત્તક ન હોવાથી પ્રત્યક્ષ છે. જ્યારે ઈન્દ્રિયજન્ય જ્ઞાન તો આત્માથી પર એવી ઈન્દ્રિયોની અપેક્ષાવાળું છે માટે પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. ૧૮૯૭ી.
આ કારણથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે – केवलमणोहिरहियस्स, सव्वमणुमाणमेत्तयं जम्हा । नारगसब्भावम्मि य, तदत्थि जं तेण ते संति ॥१८९८॥ (केवलमनोऽवधिरहितस्य, सर्वमनुमानमात्रकं यस्मात् । नारकसद्भावे च, तदस्ति यत् तेन ते सन्ति ॥)
ગાથાર્થ - કેવલજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાનથી રહિત સર્વે પણ પ્રમાતાનું જ્ઞાન અનુમાન માત્ર જ હોય છે. તેથી નારકી જીવોની સત્તા માનવામાં તે અનુમાન પ્રમાણ પણ છે અને પ્રત્યક્ષ જ્ઞાન પણ પ્રમાણ છે. તેથી તે નારકી જીવો અવશ્ય છે. //૧૮૯૮
વિવેચન - કેવલજ્ઞાન-મન પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ જ જ્ઞાનો એવાં છે કે જેમાં પ્રમાતા એવો આત્મા શેયવસ્તુને કોઈ પણ પરદ્રવ્યની સહાય વિના આત્મસાક્ષીએ