________________
ગણધરવાદ
૨૪૪
ચોથા ગણધર - વ્યક્ત - વિવેચન - આયુષ્યમાન એવા હે વ્યક્તપંડિત ! પાંચ ભૂતોના અસ્તિત્વને વિષે તમે શંકા ન કરો. પાંચ ભૂતો નથી અર્થાત્ ભૂતોનો અભાવ છે આમ ન માનો. કારણ કે જો આ સંસારમાં પાંચ ભૂતોના સમૂહનો અભાવ જ હોત તો “છે કે નથી” આવો સંશય જ ન થાત. જેમ આકાશપુષ્પ અને ખરશ્ચંગ જેવી વસ્તુઓ આ સંસારમાં છે જ નહીં તો તેનો સંશય પણ થતો જ નથી. આકાશપુષ્પાદિ નથી જ, આમ તેના અભાવનો જ નિશ્ચય છે. તેવી જ રીતે જો ભૂતો ન હોત તો “ભૂતો નથી જ” એમ અભાવનો જ નિર્ણય થાત પરંતુ ભૂતો છે કે નથી ? આવો જે સંશય થાય છે તે સંશય ન થાત. પરંતુ સંશય થાય છે માટે સંસારમાં ભૂતો અવશ્ય છે. જે સત્ હોય તેનો જ સંશય થાય છે.
આ સંસારમાં સ્થાણુ-પુરુષાદિની જેમ જે વસ્તુ સત્ હોય છે તેનો જ સંશય સંભવે છે. જગતમાં સ્થાણુ (ઠુંઠું) છે અને પુરુષ પણ છે. બન્નેની ઉંચાઈ આદિ કેટલાક ધર્મો સમાન છે. તેથી જ્યાં સુધી વિશેષ ધર્મો ન દેખાયા હોય ત્યાં સુધી સામાન્ય ધર્મમાત્ર દેખવાથી શું આ સ્થાણુ હશે કે આ પુરુષ હશે ? એમ સંશય જરૂર થાય છે. આવો સંશય થવાથી જો ત્યાં સ્થાણુ હોય તો પુરુષ નથી અને જો પુરુષ હોય તો સ્થાણુ નથી. પરંતુ સંસારમાં અન્યત્ર સ્થાણુ પણ છે અને પુરુષ પણ છે. બન્ને સત્ છે. તો જ બન્નેના સામાન્ય ધર્મો દેખાય છે અને તેથી જ સંશય થાય છે.
જે વસ્તુ “સર્વથા અસત્ હોય” તેને વિષે પણ જો સંશય થતો હોય તો “અહીં ખરજીંગ છે કે નહીં” તથા અહીં “આકાશપુષ્પ છે કે નહીં” આવા પ્રકારનો સંશય પણ
ક્યારેક તો કોઈને પણ થવો જોઈએ. પરંતુ જે વસ્તુ આ સંસારમાં અસત્ છે તેનો સંશય કોઈને પણ ક્યારેય થતો નથી. તેથી જેનો જેનો સંશય થાય છે તે વસ્તુ ત્યાં હોય કે કદાચ ત્યાં ન પણ હોય. પરંતુ સંસારમાં અવશ્ય સત્ હોય છે. તમને ભૂતોનો સંશય થાય છે માટે તે ભૂતો સંસારમાં અવશ્ય સત્ છે. ll૧૬૯ll
को वा विसेसहेऊ, सव्वाभावे वि थाणु-पुरिसेसु । संका न खपुष्फाइसु, विवज्जओ वा कहं न भवे ? ॥१६९८॥ ( વી વિશેષત, સર્વાડમાવેડપિ સ્થાપુરુષોઃ | शङ्का न खपुष्पादिषु, विपर्ययो वा कथं न भवेत् ? ॥)
ગાથાર્થ - સર્વ વસ્તુઓનો અભાવ સમાન હોવા છતાં પણ સ્થાણુ-પુરુષાદિમાં જ શંકા થાય છે અને આકાશ-પુષ્પાદિમાં શંકા થતી નથી. આમાં વિશેષ હેતુ કોણ ? અથવા વિપર્યય પણ કેમ થતો નથી ? /૧૬૯૮