________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
પર૩
હોય અથવા કાં તો અશુભ હોય છે. પણ એક જ પ્રકાર હોય છે. મિશ્ર સંભવતો નથી. તેથી તેવા શુભ અને અશુભ યોગના નિમિત્તે બંધાતું કર્મ પણ પુણ્ય અને પાપાત્મક બે પ્રકારનું ભિન્ન ભિન્ન હોય છે પણ મિશ્રરૂપ એક પ્રકારનું કર્મ સંભવતું નથી આમ સિદ્ધ થયું. ૧૯૩૬/
ઉપર કહેલી વાતને જ વધારે સ્પષ્ટ કરે છે - झाणं शुभमसुभं वा, न उ मीसं जं य झाणविरमे वि । लेसा सुभाऽसुभा वा, सुभमसुभं वा तओ कम्मं ॥१९३७॥ (ध्यानं शुभमशुभं वा, न तु मिश्रं यच्च ध्यानविरमेऽपि । लेश्या शुभाऽशुभा वा, शुभमशुभं वा ततः कर्म ॥)
ગાથાર્થ – ધ્યાન પણ શુભ અથવા અશુભ છે પણ મિશ્ર નથી. ધ્યાન વિરામ પામે ત્યારે વેશ્યા પણ શુભ અથવા અશુભ છે (પણ મિશ્ર નથી). તેથી ભાવયોગજન્ય કર્મ પણ શુભ અને અશુભ એમ દ્વિવિધ છે પણ મિશ્ર નથી. /૧૯૩૭ll
વિવેચન - કોઈ પણ એક વિષયના ચિંતન-મનનમાં આત્માનું સ્થિર થવું તે ધ્યાન. જે કારણથી આગમોમાં એક કાલે એક જીવને કાં તો ધર્મધ્યાન અથવા કાં તો શુકલધ્યાન, આમ આ બેમાંનું કોઈ એક શુભ ધ્યાન હોય છે અથવા આર્ત અને રૌદ્ર ધ્યાનમાંનું કોઈ એક અશુભ ધ્યાન હોય છે આમ આગમોમાં જણાવેલું છે. પરંતુ શુભાશુભરૂપ મિશ્ર ધ્યાન ક્યાંય કહેલું નથી. જ્યારે ધ્યાનસ્થાવસ્થા વિરામ પામે ત્યારે પણ કાં તો તેજો-પા અને શુકલ વગેરે શુભલેશ્યા પ્રવર્તે છે અથવા કૃષ્ણ, નીલ અને કાપાત વગેરે અશુભલેશ્યા પ્રવર્તે છે. પરંતુ શુભાશુભસ્વરૂપ મિશ્રલેશ્યા પ્રવર્તતી નથી. ધ્યાન અને વેશ્યાત્મક આત્માના જે અધ્યવસાયો છે તે જ ભાવયોગ છે. તેથી તે ભાવયોગો પણ એક કાલે કાં તો શુભ હોય અથવા કાં તો અશુભ હોય. પણ મિશ્ર ભાવયોગો હોતા નથી.
તેથી ભાવયોગોના નિમિત્તે બંધાનારું કર્મ પણ એક કાલે કાં તો પુણ્યકર્માત્મક શુભકર્મ બંધાય છે અથવા પાપકર્માત્મક અશુભકર્મ બંધાય છે. પરંતુ પુણ્ય-પાપાત્મક એવું મિશ્ર કર્મ બંધાતું નથી. માટે ત્રીજો પક્ષ પણ ઉચિત નથી. ll૧૯૩૭
पुव्वगहियं च कम्मं, परिणामवसेण मीसयं नेजा । इयरेयरभावं वा, सम्मा-मिच्छाई न उ गहणे ॥१९३८॥