________________
૫૨૪
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
(पूर्वगृहीतं च कर्म, परिणामवशेन मिश्रतां नयेत् । રૂતરેતરમાવ વા સહિ-મિથ્યાત્વે, ન તુ પ્રાપો )
ગાથાર્થ - પૂર્વકાલમાં ગ્રહણ કરેલું (બાંધેલું) એવું કર્મ અધ્યવસાયના બલથી મિશ્રતાને (મિશ્રમોહનીયરૂપે) થાય છે અથવા સમ્યકત્વમોહનીયરૂપે અને મિથ્યાત્વમોહનીય રૂપે એમ ઈતર-ઈતરભાવને પામે છે. પરંતુ ગ્રહણકાલે (કર્મ બંધાતું હોય ત્યારે) શુભાશુભ એવું મિશ્નકર્મ બંધાતું નથી. ૧૯૩૮
વિવેચન - અથવા પૂર્વકાલમાં બાંધેલું કર્મ હજુ શુભાશુભ એવા મિશ્રભાવને પામે છે. આવી સંભાવના (કલ્પના) કરાય છે. પણ બાંધતી વખતે (બંધકાલે) શુભાશુભ એવું મિશ્ર કર્મ બંધાતું હોય આવું બનતું નથી.
શાસ્ત્રના અનુસારે હજુ આવી સંભાવના (કલ્પના) કરાય છે કે પૂર્વકાલમાં બાંધેલું મિથ્યાત્વમોહનીય નામનું કર્મ અધ્યવસાયના વશથી સંક્રમ દ્વારા ત્રણ પુંજરૂપે કરાતું છતું “સમ્યમેિથ્યાત્વરૂપ” = મિશ્ર પુંજરૂપ બને છે. અથવા અન્ય-અન્યરૂપે પણ બને છે. એટલે કે સમ્યકૃત્વમોહનીયરૂપે અને મિથ્યાત્વમોહનીયરૂપે પણ બને છે. ભાવાર્થ એવો છે કે – પૂર્વકાલમાં બાંધેલાં મિથ્યાત્વમોહનીયકર્મનાં પુગલોને વિશુદ્ધ પરિણામવાળો થયો છતો આ જીવ શોધીને શુદ્ધ કરીને) ઘણો ઘણો રસઘાત કરવા વડે સમ્યકત્વમોહનીય રૂપે બનાવે છે. તથા કેટલાંક દલિકોમાં થોડો રસઘાત કરીને મિશ્રમોહનીયરૂપે પણ બનાવે છે અને શેષ કેટલાંક દલિકોને મિથ્યાત્વરૂપે જ રાખે છે. તથા વળી અશુદ્ધ પરિણામવાળો થયો છતો આ જીવ જ ઓછા રસવાળાં કરેલાં સમ્યકત્વમોહનીયનાં કર્મપરમાણુમાં રસનો ઉત્કર્ષ કરીને મિથ્યાત્વમોહનીયકર્મના પુંજમાં નાખીને મિથ્યાત્વરૂપે પણ કરે છે. આમ પૂર્વકાલમાં બાંધેલા અને સત્તામાં રહેલાં એવા કર્મોમાં શુભાશુભત્વરૂપ આ મિશ્રપણું સંભવી શકે છે. પરંતુ ગ્રહણકાલે એટલે કે કર્મ બંધાતું હોય ત્યારે પુણ્ય-પાપાત્મક એવું સંકીર્ણસ્વભાવવાળું મિશ્ર કર્મ બંધાતું પણ નથી અને બંધાતું એવું કોઈ પણ એક કર્મ તે કાલે અન્ય-અન્યરૂપે સંક્રમિત પણ થતું નથી. માટે “પુણ્ય-પાપાત્મક” એવું મિશ્રકર્મ હોય છે. આ ત્રીજો પક્ષ પણ વ્યાજબી નથી. આમ ત્રણ પક્ષોનું ખંડન પૂર્ણ થયું. ૧૯૩૮ ' ઉપશમસમ્યકત્વવાળો જીવ મિથ્યાત્વમોહનીયને મિશ્રમાં અને સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવે છે તથા સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે આવનારો જીવ સમ્યકત્વમોહનીયને મિથ્યાત્વમોહનીયમાં સંક્રમાવીને મિથ્યાત્વમોહનીયરૂપે કરે છે. આમ ઉપરની ૧૯૩૮મી ગાથામાં કહ્યું છે. તેથી (કમ્મપડિ ગ્રંથના આધારે) સંક્ષેપથી કર્મોની સંક્રમવિધિને પણ અહીં જણાવે છે -