________________
પ૨૨
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
બન્નેમાં પુલાત્મક પરદ્રવ્યરૂપ આ યોગ છે. માટે દ્રવ્યયોગ છે. પરંતુ આ બન્ને પ્રકારનો દ્રવ્યયોગ છે હેતુ જેમાં એવો આત્મદ્રવ્યનો જે અધ્યવસાય તે ભાવયોગ છે. ઉપરોક્ત બને પ્રકારના પુદ્ગલદ્રવ્યો (રૂપ દ્રવ્યયોગ) દ્વારા આત્મામાં જે જે અધ્યવસાયો આવિર્ભત થાય છે તે અધ્યવસાયસ્થાનને (આત્મદ્રવ્યનું વૈભાવિક સ્વરૂપ) હોવાથી ભાવયોગ કહેવાય છે.
ત્યાં ઉપર કહેલ અવિધિએ દાન આપવાની વિચારણા, દાન આપવાનો ઉપદેશ અને જિનપૂજા-વંદનાદિ કરવાં ઈત્યાદિ રૂપે જે મન-વનચ-કાયાના યોગો છે. તેવા યોગમાં બને પ્રકારના જે દ્રવ્યયોગો દેખાય છે. તેમાં વ્યવહારનયની દૃષ્ટિએ શુભતા અને અશુભતા એમ મિશ્રતા સંભવી શકે છે. કારણ કે તે યોગ પુદ્ગલદ્રવ્યાશ્રિત છે અને પુદ્ગલદ્રવ્ય શુભાશુભ સાથે હોઈ શકે છે. વ્યવહારનય ભૂલદૃષ્ટિવાળો છે. તે આવા પ્રકારના પુદ્ગલદ્રવ્યાત્મક દ્રવ્યયોગને (ભાવયોગનું કારણ હોવાથી) કર્મબંધનો હેતુ માને છે. પરંતુ મન-વચન અને કાયાના નિમિત્તે આત્મામાં પ્રગટ થતા અધ્યવસાયાત્મક ભાવયોગમાં આવી શુભાશુભતા મિશ્રરૂપે હોતી નથી. નિશ્ચયનય સૂક્ષ્મદૃષ્ટિવાળો છે. તે આત્માના અધ્યવસાયાત્મક ભાવયોગને બંધહેતુ માને છે.
- ભાવાર્થ એવો છે કે - વ્યવહારનયની દૃષ્ટિએ દ્રવ્યયોગ શુભાશુભરૂપે ઈચ્છાય છે. પરંતુ નિશ્ચયનયની દૃષ્ટિએ તે જ દ્રવ્યયોગ દ્વારા આત્મામાં પ્રગટ થતો અધ્યવસાયાત્મક જે ભાવયોગ હોય છે તે જ પરમાર્થથી કર્મબંધનું કારણ છે અને તે ભાવયોગ કાં તો શુભ જ હોય છે અથવા કાં તો અશુભ જ હોય છે. પરંતુ ઉભયાત્મક-મિશ્રયોગ એકસમયમાં સાથે હોતો નથી.
ઉપર કહેલાં ચિન્તન-દેશના અને ધર્માનુષ્ઠાન કરતી વખતે પ્રવર્તતા દ્રવ્યયોગો પણ નિશ્ચયનયની દૃષ્ટિએ શુભાશુભ-મિશ્રરૂપે સંભવતા નથી. કારણ કે દાનાદિનું ચિંતન દાનાદિનો ઉપદેશ અને કાયાથી કરાતાં ધર્માનુષ્ઠાનો શુભક્રિયા હોવા છતાં પણ અવિધિદોષવાળાં હોવાથી નિશ્ચયનયની દૃષ્ટિએ આત્માનો તે કાલે અધ્યવસાય (પરિણામ) અશુભ જ છે. માટે ભાવયોગની દૃષ્ટિએ આ અશુભયોગ જ છે અને આ ભાવયોગ જ કર્મબંધનો હેતુ હોવાથી આગમ-શાસ્ત્રોમાં નિશ્ચયનયની દૃષ્ટિની જ વિવક્ષા કરવામાં આવી છે.
શુભ અધ્યવસાયસ્થાનો અને અશુભ અધ્યવસાય સ્થાનો એમ બે પ્રકારના અધ્યવસાય સ્થાનોને મુકીને શુભાશુભ (એટલે કે મિશ્ર) એવા અધ્યવસાયસ્થાનસ્વરૂપ ત્રીજો રાશિ આગમશાસ્ત્રોમાં ક્યાંય ઈચ્છાતો નથી કે જેથી અધ્યવસાયસ્થાનસ્વરૂપ ભાવયોગમાં શુભાશુભત્વરૂપ મિશ્રપણું ઘટે. તેથી એક જીવમાં એક સમયમાં ભાવયોગ કાં તો શુભ