________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૫૨૧
नणु मण-वइ-काओगा, सुभासुभा वि समयम्मि दीसंति । दव्वम्मि मीसभावो, भवेज न उ भावकरणम्मि ॥१९३६॥ (ननु मनो-वाक्-काययोगाः, शुभाशुभा अपि समये दृश्यन्ते । द्रव्ये मिश्रभावो भवेन्, न तु भावकरणे ॥)
ગાથાર્થ - પ્રશ્ન - એક જીવમાં એક સમયમાં શુભ અને અશુભ એવા મન-વચન અને કાયાના યોગો હોય છે આવું દેખાય છે. ઉત્તર-દ્રવ્યયોગમાં મિશ્રભાવ દેખાય છે. પરંતુ ભાવયોગમાં મિશ્રભાવ હોતો નથી. ll૧૯૩૬/l
વિવેચન - એક જીવમાં એક સમયમાં શુભ જ યોગ હોય છે અથવા અશુભ જ યોગ હોય છે. આવું ૧૯૩પમી ગાથામાં જે કહેવામાં આવ્યું છે તે વિષયમાં અલભ્રાતાજી પ્રશ્ન કરે છે કે -
એક જીવમાં એક સમયમાં શુભ અને અશુભ એમ બન્ને પ્રકારના મન-વચનકાયાના યોગો એકીસાથે પ્રત્યક્ષ નજરે દેખાય જ છે તો પછી ઉપરની ગાથામાં એમ કેમ કહેવાય છે કે કાં તો શુભ જ યોગ હોય છે અથવા કાં તો અશુભ જ યોગ હોય છે, આવું શા માટે કહેવાય છે ? બને યોગો સાથે હોય એમ દેખાય છે. તે આ પ્રમાણે -
કોઈક દાતા અવિધિએ પોતાની ઈચ્છા પ્રમાણે વિવેકરહિતપણે દાન આપવાનો મનમાં વિચાર કરે અને તેના સંબંધમાં ચિંતન-મનન કરે તો તે શુભાશુભ મિશ્ર મનોયોગ થયો કહેવાય. કારણ કે દાન આપવાનો જે વિચાર છે તે શુભ અને અવિધિએ પ્રવર્તવું છે તે અશુભ - આમ બન્ને પ્રકારનો મનયોગ સાથે થયો.
એવી જ રીતે અવિધિએ દાનાદિ ધર્મનો કોઈ વક્તા ઉપદેશ આપે ત્યારે શુભાશુભમિશ્ર વચનયોગ પણ થયો તથા અવિધિએ જ જિનેશ્વરપ્રભુની પૂજા-વંદન આદિ ધર્માનુષ્ઠાનો આદરતાં શુભાશુભ-મિશ્ર કાયયોગ પણ થયો. આ રીતે મિશ્ર યોગ હોય છે. તેથી તેનાથી બંધાતું કર્મ પણ પુણ્ય-પાપાત્મક એવું મિશ્ર એક કર્મ હોય આવું કેમ ન બને?
ઉત્તર - તતયુક્તમ્ = તે આ પ્રશ્ન ઉચિત નથી. યોગ બે પ્રકારનો છે એક દ્રવ્યયોગ અને બીજો ભાવયોગ. ત્યાં મનયોગપણે વચનયોગપણે અને કાયયોગપણે પ્રવર્તતાં એવાં (મનોવર્ગણાનાં-ભાષાવર્ગણાનાં અને ઔદારિકાદિ વર્ગણાનાં) જે પુગલદ્રવ્યો છે, તે દ્રવ્યયોગ છે. તથા તે પુદ્ગલો દ્વારા મન-વચન અને કાયાનું પરિસ્પન્દનાત્મક (હલન-ચલનરૂપે-અસ્થિરતારૂપે) જે થયું તે પણ દ્રવ્યયોગ કહેવાય છે. કારણ કે આ