________________
પ૨)
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
વિવેચન - સમાવ્યાનૈવંવિઘાર ત્વત્િ આ હેતુ પક્ષમાં ઘટતો નથી એમ સમજીને કોઈ વાદી આ હેતુને અસિદ્ધ હેત્વાભાસ કરે અને તેનાથી ઉપરોક્ત અનુમાનને ખોટું પાડે તો ગ્રંથકારશ્રી તેનો પહેલેથી જ જવાબ આપતાં કહે છે કે –
મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગ આ પાંચ કર્મબંધનાં કારણો છે. તેમાં મિથ્યાત્વાદિ પ્રથમનાં ચાર સ્થિતિબંધ અને રસબંધનાં કારણો છે અને યોગ એ પ્રદેશબંધ અને પ્રકૃતિબંધનું કારણ છે. તેથી સ્થિતિબંધ-રસબંધવાળું કે સ્થિતિબંધ-રસબંધ વિનાનું પણ કર્મ યોગ દ્વારા બંધાય છે. ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી મિથ્યાત્વાદિ ચાર બંધહેતઓમાંથી કોઈને કોઈ બંધ હેતુ હોય છે તેથી ત્યાં સામ્પરાયિકબંધ થાય છે અને ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી મિથ્યાત્વાદિ ચાર બંધહેતુ હોતા નથી પરંતુ કેવલ યોગ બંધહેતુ છે માટે ઈર્યાપથિકબંધ થાય છે. આ રીતે સામ્પરાયિકબંધમાં કે ઈર્યાપથિકબંધમાં યોગ તો સર્વત્ર વ્યાપકપણે બંધનું કારણ છે. તેથી આ પાંચમા યોગ નામના કારણને આશ્રયી વ્યાપકપણે વિધાન કરેલ છે. મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનક સુધી, અવિરતિ ૪/૫ ગુણસ્થાનક સુધી, પ્રમાદ છ ગુણસ્થાનક સુધી, કષાય દસ ગુણસ્થાનક સુધી અને યોગ તેર ગુણસ્થાનક સુધી બંધહેતુ હોય છે.
આ પ્રમાણે યોગનું અંતે વિધાન કરેલ હોવાથી ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં સર્વત્ર કર્મબંધનો હેતુ હોવાથી, કર્મબંધનું હેતુપણું યોગની સાથે અવિનાભાવસંબંધવાળું છે તેથી મન-વચન-કાયાના યોગોને જ બંધહેતુ કહેવામાં આવે છે. માટે યોગના નિમિત્તે કર્મ બંધાય છે આમ કહેવાય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે કે “યવન: યોગી:, સ
શ્રવ:' કાયા-વચન અને મનની જે ચેષ્ટા તે જ યોગ છે અને તેને જ આશ્રવ કહેવાય છે. આ રીતે યોગ એ કર્મબંધનો હેતુ છે. આ વાત સમજાવી.
હવે તે મન-વચન અને કાયાનો યોગ શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. પરંતુ એક જીવને એક સમયમાં કાં તો શુભયોગ પ્રવર્તે, કાં તો અશુભયોગ પ્રવર્તે પરંતુ શુભાશુભ ઉભયાત્મક યોગ પ્રવર્તે નહીં. તેથી કારણને અનુરૂપ જ કાર્ય થાય, જો આત્માને શુભયોગ પ્રવર્તતો હોય તો તેવા પ્રકારનું કારણ હોવાથી તેના ફળસ્વરૂપે કર્મબંધ પણ શુભ એવો પુણ્યબંધ સ્વરૂપ જ કર્મબંધ થાય છે અને જ્યારે આ જીવને અશુભયોગ પ્રવર્તતો હોય ત્યારે તેવા પ્રકારનું કારણ હોવાથી તેના ફળસ્વરૂપે કર્મબંધ પણ અશુભ એવો પાપરૂપ જ બંધ થાય છે. પરંતુ સંકીર્ણસ્વભાવવાળું ઉભયાત્મક એવું કર્મ એક કાલે જીવને બંધાતું નથી. માટે સંકીર્ણસ્વભાવવાળું કર્મને માનનારો ત્રીજો પક્ષ પણ બરાબર નથી. ll૧૯૩૫