________________
ગણધરવાદ નવમા ગણધર - અચલભ્રાતા
૫૧૯ સુખનું કારણ પુણ્ય અને દુઃખનું કારણ પાપ હોવાથી બન્ને કર્મો ભિન્ન ભિન્ન છે અને સ્વતંત્ર છે. તેથી જ બન્નેને સાથે મળીને સાધારણરૂપે સંકીર્ણ (મિશ્ર) બનેલું એવું એક કર્મ છે. આમ પણ ન માનવું જોઈએ. પાંચ પક્ષોમાંનો આ ત્રીજો પક્ષ છે કે જેઓ પુણ્ય-પાપનું સાથે મળેલું મિશ્ર એવું એક કર્મ માને છે. તેમાં પુણ્યની અધિકતા હોય તો સુખ અને તેમાં જ પાપની અધિકતા હોય તો દુઃખ પ્રાપ્ત થાય છે આમ જેઓ માને છે. તેઓની આ માન્યતા પણ ખોટી છે.
સંકીર્ણ સ્વભાવવાળું (મિશ્ર સ્વભાવવાળું) પુણ્ય-પાપાત્મક એવું સાધારણરૂપે એક કર્મ હોય, આવું બનતું નથી. કારણ કે આવા પ્રકારના તે મિશ્ર સ્વભાવવાળા કર્મના બંધનાં કોઈ કારણો શાસ્ત્રોમાં જણાવ્યાં નથી. મિશ્નકર્મ બંધાવે એવું કોઈ કારણ નથી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ કારણોમાંથી કોઈ કોઈ અશુભરૂપે હોય ત્યારે પાપકર્મબંધનાં કારણો બને છે અને કોઈ કોઈ શુભરૂપે હોય ત્યારે પુણ્ય કર્મબંધનાં કારણ બને છે પણ ઉભયાત્મક કર્મનાં કારણો કોઈ બનતાં નથી. આ જ વાત અનુમાનપ્રયોગથી આ પ્રમાણે છે -
સçીમ રૂપ ર્મ નાસ્તિ, (સંકીર્ણ = મિશ્ર એવું ઉભયસ્વભાવવાળું કર્મ નથી), સમાવ્યાનૈવવિધ%IRUત્વિાન્ = કારણ કે આવા પ્રકારના કર્મબંધનાં કારણનો જ અસંભવ છે માટે, વધ્યપુત્રવત્ = વલ્ગાપુત્રની જેમ. આ અનુમાનથી મિશ્રસ્વભાવવાળું કર્મ માનનારા ત્રીજા પક્ષનું ખંડન થાય છે. ll૧૯૩૪ll
અનુમાનપ્રયોગમાં હેતુ અસિદ્ધ છે એમ કોઈ કહે તો તે દોષને દૂર કરતાં પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ જણાવે છે કે -
कम्मं जोगनिमित्तं, सुभोऽसुभो वा स एगसमयम्मि । होज न उ उभयरूवो, कम्मंपि तओ तयणुरूवं ॥१९३५॥ (कर्म योगनिमित्तं, शुभोऽशुभो वा स एकसमये । भवेन् न तूभयरूप: कर्मापि ततस्तदनुरूपम् ॥)
ગાથાર્થ - યોગના નિમિત્તે કર્મનો બંધ થાય છે અને એકસમયમાં એકજીવને તે યોગ કાં તો શુભ હોય છે અથવા કાં તો અશુભ હોય છે. પરંતુ ઉભયરૂપ યોગ એક સમયમાં હોતો નથી. તેથી તેને અનુસારે કર્મબંધ પણ પુણ્યાત્મક અથવા પાપાત્મક થાય છે. પરંતુ મિશ્નકર્મ બંધાતું નથી. ll૧૯૩૫ll