________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૫૧
તેથી શારીરિક ક્રિયાવાળા પણ છે. સર્વથા અમૂર્ત નથી પણ શરીરધારી હોવાથી કથંચિદ્ મૂર્ત છે તથા હાથ-પગની ચેષ્ટાવાળા છે. તેથી તે ઈશ્વર ભોગ્યશરીરાદિના કર્તા હોઈ શકે છે. આ રીતે અદૃશ્ય અને સૂક્ષ્મ શરીરવાળા ઈશ્વર માનીએ તો ઉપરોક્ત તમે કહેલા નિશ્ચેષ્ટત્વ, અમૂર્તત્વ, નિષ્ક્રિયત્વ, અશરીરિત્વ વગેરે હેતુઓ અસિદ્ધ થશે. કારણ કે ઈશ્વર નામના પક્ષમાં આ હેતુઓ સંભવતા જ નથી. આ રીતે ઈશ્વર સશરીરી, સક્રિય, ચેષ્ટાવાન્ અને કથંચિત્ મૂર્ત હોવાથી જેમ કુંભાર ઘડા બનાવે છે તેમ ઈશ્વર જ સર્વે જીવોનાં શરીર
ઈન્દ્રિય આદિ બનાવે છે. આમ માનીએ તો ઈશ્વર શરીરાદિનો કર્તા ઘટી શકશે.
ઉત્તર - તમારી આ વાત પણ વ્યાજબી નથી. કારણ કે ઈશ્વરનો આત્મા સંસારી જીવોનાં શરીરો બનાવે છે. આ બાબતમાં પણ પ્રશ્નોની તુલ્યતા જ છે. અર્થાત્ ત્યાં પણ સંસારીજીવની જેમ જ પ્રશ્નો સમાનપણે થાય તેમ છે. જો કર્મ ન માનીએ તો કર્મ વિનાનો સંસારી જીવ શુદ્ધ હોવાથી જેમ (કાર્યણશરીર રહિત હોવાથી) ભોગ્યશરીર બનાવવામાં ઉપકરણરહિત છે. માટે કર્તા ઘટતો નથી. તેવી જ રીતે કર્મ વિનાના ઈશ્વર પણ શુદ્ધ આત્મા હોવાથી કર્મ નામના ઉપકરણ વિનાના છે. તેથી દંડ-ચક્રાદિ વિનાનો કુંભાર જેમ ઘડા ન બનાવી શકે તેવી જ રીતે ઈશ્વર પણ કાર્યણશરીર નામના ઉપકરણ વિનાના જ છે તેથી પ્રથમ તો પોતાનું જ શરીર બનાવી ન શકે માટે સશરીરી જ નથી તો અન્ય સંસારી જીવોનાં શરીર કેવી રીતે બનાવી શકે ? વળી કાર્મણશરીર (કર્મ) ઈશ્વરને નથી એટલે પોતાનું જ શરીર ન બનાવી શકે, તેથી ચેષ્ટાવાન્ પણ નથી, ક્રિયાવાન્ પણ નથી, મૂર્ત પણ નથી અને સશરીરી પણ નથી. માટે અન્ય જીવોના ભોગ્યશરીરના કર્તા ઈશ્વર કેવી રીતે થઈ શકે ? અર્થાત્ ઈશ્વર સ્વશરીરના અને પર શરીરના કર્તા થઈ શકે નહીં. જેમ સંસારી જીવને કાર્મણશરીર વિનાનો માનવાથી ભોગ્યશરીરનો કર્તા ઘટતો નથી. તે માનવામાં જેવા પ્રશ્નો ઉઠે છે તેની જેમ ઈશ્વર પણ કર્મ વિનાના હોવાથી પોતાના શરીરના પણ કર્તા નથી. તો અન્યના શરીરના કર્તા કેમ બને ? આ બાબતમાં પણ તેવા જ પ્રશ્નો થાય તેમ છે. તેથી દોષોની તુલ્યતા જ છે.
પ્રશ્ન - જગતના જીવોનાં શરીરાદિ જે ઈશ્વર બનાવી આપે છે તે ઈશ્વરનું શરીર (પોતે કર્મ વિનાના છે એટલે પોતે પોતાનું શરીર નથી બનાવી શકતા, તેથી) બીજા ઈશ્વર બનાવે છે આમ માનીએ તો શું દોષ ?
ઉત્તર - તમે જે બીજા ઈશ્વરની કલ્પના કરી, તે બીજા ઈશ્વર પણ પોતે શરીરવાળા કે શરીર વિનાના ? જો તમે આ બીજા ઈશ્વરને શરીર વિનાના માનો તો તે ઈશ્વર પણ ઉપકરણ વિનાના હોવાથી પ્રથમ ઈશ્વરની જેમ પ્રથમ ઈશ્વરના શરીરના કર્તા બની શકશે