________________
૫૪૬
દશમા ગણધર - મેતાર્ય
(इहलोकाद् वा परः सुरादिलोको न सोऽपि प्रत्यक्षः । एवमपि न परलोकः श्रूयते च श्रुतिषु ततः शङ्का ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - અથવા આ લોકથી પર એવો જે લોક તે પરલોક, એટલે કે દેવ-નરકાદિ જે ભવ તે પરલોક, તે પણ પ્રત્યક્ષ દેખાતો નથી. આ પ્રમાણે પરલોક સિદ્ધ થતો નથી અને શ્રુતિશાસ્ત્રોમાં પરલોક સંભળાય છે. તેથી તમને પરલોકની શંકા થઈ છે. ૧૯૫૫
વિવેચન - અથવા આ લોકની અપેક્ષાએ દેવભવ અથવા નરકભવને પરભવ કહેવાય છે. તે દેવભવ અથવા નરકભવરૂપ પરલોક તો પ્રત્યક્ષ દેખાતો જ નથી. આટલા લાંબા ભૂતકાલમાં ઘણા ઘણા જીવો આરાધક થયા છે. તે બધા આરાધકતાના કારણે દેવલોકમાં જ ગયા હોવા જોઈએ. તેમ જ ઘણા ઘણા જીવો કષાયી, વેશ્યાગમન અને પરસ્ત્રીગમન જેવાં પાપો કરીને નરકમાં પણ ગયા હોવા જોઈએ. છતાં દેવલોકમાં ગયેલા જીવોમાંથી કોઈ એક જીવ પણ અહીં આવીને અમને તેવી આરાધના કરવાની પ્રેરણા આપતો નથી અને નરકમાં ગયેલા જીવોમાંથી કોઈ એક જીવ પણ અહીં આવીને અમને તેવાં પાપોથી વિરમવાનો ઉપદેશ આપતો નથી. તેથી પણ દેવલોક કે નરકલોક જેવો પરલોક કોઈ છે જ નહીં એમ સિદ્ધ થાય છે.
પરંતુ શ્રુતિશાસ્ત્રોમાં અને વેદાદિમાં આ પરલોક સંભળાય છે. પરલોક છે એવાં ઉદાહરણો પણ આવે છે. તેથી તે પરલોક છે. આમ પણ સમજાય છે. તેથી પરલોકસંબંધી તમને શંકા થઈ છે કે “પરલોક છે ? કે પરલોક નથી ?” અહીં સુધી ભગવંત શ્રી મહાવીરપ્રભુએ મેતાર્યજીના હૃદયમાં રહેલો પ્રશ્ન જ વિના પ્રશ્ન કર્યો ખુલ્લો કર્યો. આ પૂર્વપક્ષ સમાપ્ત થયો. ૧૯૫૫
હવે તેનો ઉત્તર અપાય છે. ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે આમ જે કહ્યું ત્યાં પ્રતિવિધાન કરાય છે.
भूइंदियाइरित्तस्स चेयणा सो य दव्वओ निच्चो । जाइस्सरणाईहिं पडिवज्जसु वाउभूइव्व ॥ १९५६ ॥
(भूतेन्द्रियातिरिक्तस्य चेतना, स च द्रव्यतो नित्यः । जातिस्मरणादिभिः प्रतिपद्यस्व वायुभूतिरिव ॥ )
ગાથાર્થ - ભૂતોની બનેલી ઈન્દ્રિયોથી અતિરિક્ત એવા આત્મદ્રવ્યનો ધર્મ ચેતના