________________
ગણધરવાદ
૫૪૫
દશમા ગણધર - મેતાર્ય अह एगो सव्वगओ, निक्किरिओ तहवि नत्थि परलोओ । संसरणाभावाओ, वोमस्स व सव्वपिंडेसु ॥१९५४॥ (अथैकः सर्वगतः, निष्क्रियस्तथापि नास्ति परलोकः । संसरणाभावाद् व्योम्न इव सर्वपिण्डेषु ॥)
ગાથાર્થ - સર્વશરીરોમાં એક જ આત્મા છે અને તે નિષ્ક્રિય છે તથા સર્વવ્યાપી છે. આમ જો માનવામાં આવે તો પણ આકાશની જેમ સંસરણ ક્રિયા ન હોવાથી પરલોક ઘટતો નથી. //૧૯૫૪ll
વિવેચન - ૧૫ર અને ૧૯૫૩ મી ગાથામાં કહેવામાં આવ્યું. તેમ ભૂત ભૂતે જુદો જુદો આત્મા ન માનવામાં આવે અને સર્વ શરીરોમાં મળીને વ્યાપક અને નિષ્ક્રિય (ગમનાગમનની ક્રિયા વિનાનો) એવો એક આત્મા આકાશદ્રવ્યની જેમ માનવામાં આવે તો પણ પરલોકની સિદ્ધિ થતી નથી. આ વાત આ ગાથામાં સમજાવી છે.
જો આત્મા એક, સર્વવ્યાપી અને નિષ્ક્રિય સ્વીકારાય તો પણ પરલોકગમનની સિદ્ધિ થતી નથી. કારણ કે સર્વવ્યાપી માનેલો તે આત્મા ગાય-મનુષ્ય-દેવ-નારકી આદિ સર્વ શરીરપિંડોમાં વર્તતો હોવાથી સર્વવ્યાપી થયો તેથી તેને ક્યાંય જવાનું રહેતું જ નથી. લોકમાં જ જીવોની ગતિ થાય છે. અલોકમાં કોઈની ગતિ સંભવતી નથી અને લોકમાં તો આખા લોકમાં તે એક જીવ રહેલો જ છે. એટલે ગમનાગમન ન હોવાથી તે જીવની પરલોકગમનની સિદ્ધિ થતી નથી.
તથા આત્મા નિષ્ક્રિય માન્યો હોવાથી પણ ભવાન્સરગમન ઘટતું નથી. જો ભવાન્તરગમન કરે તો સક્રિય થઈ જાય. આ રીતે સંસરણ (ગમનાગમન) ક્રિયા ન હોવાથી પરલોકગમનની સિદ્ધિ થતી નથી. જેમ આકાશ સર્વવ્યાપી છે અને નિષ્ક્રિય છે તેથી તેમાં ગમનાગમન ક્રિયા નથી, તેમ જીવ પણ સર્વવ્યાપી અને નિષ્ક્રિય માન્યો હોવાથી તેમાં ગમનાગમન ક્રિયા ઘટે નહીં. માટે સર્વવ્યાપી એક આત્મા માનીએ તો પણ પરલોક ગમનની સિદ્ધિ થતી નથી. I/૧૯૫૪
વળી નીચે જણાવેલી યુક્તિથી પણ પરલોકની શંકા થાય છે - इहलोगाओ व परो सुराइलोगो न सो वि पच्चक्खो । एवं पि न परलोगो, सुव्वइ य सुईसु तो संका ॥१९५५॥