________________
૫૪૪
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
નથી. ઉત્પત્તિધર્મવાળું છે માટે વિનાશધર્મવાળું પણ છે જ. કોની જેમ આ ચૈતન્ય અનિત્ય છે? આવો પ્રશ્ન કદાચ કરવામાં આવે તો અગ્નિની જેમ, કેવા અગ્નિની જેમ? તો ભિન્ન માનેલા એવા અગ્નિની જેમ, કોનાથી ભિન્ન માનેલા ? તો અરણી નામના કાષ્ઠથી ભિન્ન માનેલા.
આખી વાતનો સાર એ છે કે - પાંચ ભૂતોથી ભિન્ન માનેલું એવું પણ ચૈતન્ય અનિત્ય છે. (નાશ પામનારું છે) આ પક્ષ થયો, કારણ કે ઉત્પત્તિધર્મવાળું હોવાથી, આ હેતુ થયો. અરણીના કાષ્ઠથી ઉત્પન્ન થયેલા અને અગ્નિથી ભિન્ન દ્રવ્યરૂપે રહેલા અગ્નિની જેમ. આ ઉદાહરણ જાણવું. જે જે ઉત્પત્તિધર્મવાળું હોય છે તે તે વિનાશધર્મવાળું પણ હોય જ છે. જેમકે ઘટ-પટ અથવા અરણીના કાઠથી ઉત્પન્ન થયેલ અગ્નિ. આ અવયવ્યાપ્તિ જાણવી. જે જે અનિત્ય હોય છે તે તે થોડોક કાલ રહીને અવશ્ય કાલાન્તરે વિનાશ પામે જ છે. તેમ ચૈતન્ય પણ અલ્પકાલ રહીને નાશ પામે જ છે. તેથી તે ચૈતન્ય પરલોક્યાયી થઈ શકતું નથી. આ કારણથી પરલોકયાયી એવા જીવની સિદ્ધિ થતી નથી. I/૧૫૫૭ll
હવે અહીં મેતાર્યજી એવો પ્રશ્ન કરે કે શરીરે શરીરે ભિન્ન ભિન્ન એવાં ભૂતોના ધર્માત્મક અનેક ચૈતન્યો (અનેક જીવો) અમારા વડે ઈચ્છાતા નથી. અર્થાત્ શરીરે શરીરે જદો જદો જીવ હોય અને તે તે શરીરનો નાશ થાય ત્યારે ત્યારે તે તે શરીરવતી જીવને ભવાન્તરમાં જવું પડે, એવું અમે માનતા નથી. પરંતુ સમસ્ત ચૈતન્યના આધારવાળો, સંપૂર્ણ એવા ત્રણે ભુવનમાં વ્યાપ્ત અને નિષ્ક્રિય એવો એક જ આત્મા અમે સ્વીકારીએ છીએ. એટલે કે સર્વ શરીરોમાં રહેલો સર્વવ્યાપી અને નિષ્ક્રિય (ગમનાગમનની ક્રિયા વિનાનો) એવો એક જ આત્મા છે. આવું અમે કહીએ છીએ. યતિઃ ૩ત્તમ્ - કારણ કે (અમારા) શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે કે -
एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः ।
एकधा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ॥१॥ ભૂતોમાં રહેલો એક જ આત્મા છે. તે સર્વ ભૂતોમાં રહેલો છે. જલમાં પ્રતિબિંબરૂપે દેખાતા ચન્દ્રની જેમ એક હોવા છતાં પણ તે બહુરૂપે દેખાય છે. તેમ જીવ સર્વવ્યાપી છે અને ગમનાગમન વિનાનો છે. તથા એક હોવા છતાં પણ બહુરૂપે દેખાય છે. આ રીતે માનીએ છીએ તેથી પરલોકની સિદ્ધિ થતી નથી. તે આ પ્રમાણે -