________________
ગણધરવાદ દશમા ગણધર - મેતાર્ય
૫૪૭ છે અને તે આત્મદ્રવ્ય દ્રવ્યથી નિત્ય છે. જાતિસ્મરણ વગેરે જ્ઞાનોથી આ આત્મા છે એમ તમે વાયુભૂતિની જેમ સ્વીકારો. /૧૯૫પો
વિવેચન - પૃથ્વી આદિ પાંચ ભૂતોથી અને તે ભૂતોની બનેલી ઈન્દ્રિયોથી અતિરિક્ત (ભિન) એવો આત્મા નામનો એક સ્વતંત્ર પદાર્થ છે. કે જેની (પ્રથમ ગણધરવાદ પ્રસંગે) પૂર્વે કહેલાં અનુમાનોથી સિદ્ધિ કરેલી છે. તે આત્મા-સંબંધી ચેતના છે. અર્થાત્ ચેતના એ આત્માનો ધર્મ છે. પરંતુ ચેતના એ ભૂતોનો ધર્મ નથી કે જેથી ભૂતો નાશ પામે છતે ચેતના નાશ પામે. જેથી પરલોક નથી - આવો પ્રશ્ન થાય. ચેતના એ ભૂતોનો ધર્મ નથી પણ આત્મા નામના સ્વતંત્ર ચેતનદ્રવ્યનો ધર્મ છે.
આ આત્મા જાતિસ્મરણ આદિ હેતુઓથી દ્રવ્યપણે કથંચિત્ નિત્ય છે. તે વાત વાયુભૂતિના પ્રસંગે સમજાવી છે. ત્યાંથી તેની જેમ સમજી લેવી. ગયા ભવોમાં જે જીવદ્રવ્ય હતું તે જ જીવદ્રવ્ય આ ભવમાં હોય છે. જાતિસ્મરણજ્ઞાનથી આ ભવમાં રહેલા જીવને પૂર્વભવોનું સ્મરણ થાય છે. માટે ભવોભવમાં રહેનારો આત્મા દ્રવ્યદૃષ્ટિએ નિત્ય છે. અને પર્યાયષ્ટિએ અનિત્ય છે, એમ નિત્યાનિત્ય હોવાથી “એકાન્ત અનિત્ય માનવાવાળા પક્ષમાં જે દોષો લાગે છે” તે દોષો અમને લાગતા નથી. કારણ કે અમે આત્માને બૌદ્ધની જેમ એકાન્ત અનિત્ય (ક્ષણિક) કહેતા નથી, માત્ર પર્યાયથી આત્માનું અનિત્યપણું અમે સ્વીકાર્યું છે. અને તેવું અનિત્યપણું આત્મામાં છે. ll૧૯૫૬ll
હવે સર્વવ્યાપી અને નિષ્ક્રિય એવો એક આત્મા તમે કેમ નથી સ્વીકારતા ? તેનો ઉત્તર આપે છે -
न य एगो सव्वगओ, निक्किरिओ लक्खणाइभेयाओ । कुंभादउव्व बहवो, पडिवज तमिंदभूइव्व ॥१९५७॥ (न चैकः सर्वगतः निष्क्रियो लक्षणादिभेदात् । कुम्भादय इव बहवः प्रतिपद्यस्व तमिन्द्रभूतिरिव ॥)
ગાથાર્થ - આ આત્મા એક, સર્વવ્યાપી અને નિષ્ક્રિય નથી. લક્ષણાદિનો ભેદ હોવાથી, ઘટાદિની જેમ બહુ જીવો છે એમ ઈન્દ્રભૂતિની જેમ તમે સ્વીકારો. l/૧૯૫૭ll
| વિવેચન - અમારા વડે આત્મા એક ઈચ્છાતો નથી. પરંતુ બહુ એટલે કે અનંત આત્મા છે એમ સ્વીકારાય છે. કારણ કે લક્ષણનો ભેદ હોવાથી. ઉપયોગ લક્ષણવાળો જીવ છે અને તે ઉપયોગ શરીરે શરીરે વર્તતા જીવમાં જુદો જુદો છે. તે ઉપયોગ એટલે