________________
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
જ્યારે કોઈપણ એક મનુષ્ય મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે ત્યારે મનુષ્યરૂપે જે પર્યાય છે તેનો નાશ થાય છે. તેની સાથે સમાનકાલે જ દેવલોકાદિ રૂપે જે પર્યાય છે તેનો ઉત્પાદ થાય છે. તેની સાથે જ તે બન્ને અવસ્થામાં જીવપણે ધ્રુવત્વ રહે છે. જ્યારે આ આત્મામાં જીવપણાનું વત્વ મુખ્યપણે વિચારાય છે ત્યારે મનુષ્યાત્મક આ ભવની કે દેવલોકાત્મક પરભવની વિવક્ષા કરાતી નથી. પરંતુ તે તે પર્યાય પામતો હોવા છતાં પણ તે તે પર્યાયોની ગૌણતા કરીને પર્યાયોની વિવક્ષા વિનાનું જીવમાત્રરૂપે રહેલું જે દ્રવ્ય છે તે દ્રવ્યની જ જ્યારે વિવક્ષા કરાય છે. ત્યારે તેને ધ્રુવત્વ કહેવાય છે.
૫૫૮
આ પ્રમાણે જીવ નામનું આ દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને ધ્રુવત્વ ધર્મવાળું હોવાથી પરલોકનો અભાવ થતો નથી. કારણ કે આ જીવદ્રવ્ય પૂર્વપર્યાય રૂપે ભલે વિનાશી છે. ઉત્તરપર્યાય રૂપે ભલે ઉત્પાદી છે. તથાપિ જીવત્વમાત્ર રૂપે ધ્રુવ પણ અવશ્ય છે જ. કેવલ -એકલું અનિત્ય નથી. માટે આ લોકથી પરલોકગમનશીલ જીવની સિદ્ધિ થાય છે.
૧૯૬૬-૧૯૬૭ગા
પ્રશ્ન - સર્વે પણ વસ્તુઓમાં ઉત્પાદ-વિનાશ-ધ્રુવતા એમ ત્રિસ્વભાવતા કેમ ઘટે ? તેનો ઉત્તર કહે છે
असओ नत्थि पसूई, होज्ज व जइ, होउ खरविसाणस्स । न य सव्वहा विणासो, सव्वुच्छेयप्पसंगाओ ॥१९६८॥ तोऽवत्थियस्स केणवि विलओ धम्मेण भवणमन्नेण । सव्वच्छेओ न मओ संववहारोवरोहाओ ॥१९६९॥
( असतो नास्ति प्रसूतिः, भवेद् वा यदि, भवतु खरविषाणस्य । न च सर्वथा विनाशः, सर्वोच्छेदप्रसङ्गात् ॥
ततोऽवस्थितस्य केनापि विलयो धर्मेण भवनमन्येन ।
सर्वोच्छेदो न मतः, संव्यवहारोपरोधात् ॥ )
ગાથાર્થ - સર્વથા અસત્ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. જો થતી હોય તો ખરવિષાણની પણ ઉત્પત્તિ થાઓ. તેવી જ રીતે વસ્તુનો સર્વથા નાશ થતો નથી. જો સર્વથા નાશ થાય તો સર્વનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. તેથી અવસ્થિત (ધ્રુવ) રહેલી મૂલભૂત વસ્તુનો કોઈ એક ધર્મરૂપે વિલય થાય છે અને કોઈ બીજા એક ધર્મ વડે ઉત્પત્તિ થાય