________________
ગણધરવાદ
દશમા ગણધર - મેતાર્ય
૫૫૯
છે. પરંતુ વસ્તુનો સર્વથા ઉચ્છેદ થાય આવી વાત જ્ઞાનીઓને માન્ય નથી. કારણ કે તેમ માનવામાં સર્વ વ્યવહારોનો વિરોધ આવે. ૧૯૬૮-૧૯૬૯)
વિવેચન - - આ સંસારમાં જે વસ્તુ સર્વથા અસત્ છે જેમકે આકાશપુષ્પ, વન્ધ્યાપુત્ર, શશશૃંગ, નરશૃંગ ઈત્યાદિ. આવા પ્રકારની સર્વથા અસત્ વસ્તુઓની ક્યારેય પણ પ્રસૂતિ (ઉત્પત્તિ) થતી નથી. જે દ્રવ્યમાં જે પર્યાય શક્તિરૂપે પણ સત્ છે તેની જ ઉત્પત્તિ થાય છે. સર્વથા અસત્ની ઉત્પત્તિ થતી નથી અને જો સર્વથા અસત્ની ઉત્પત્તિ થાય તો ખરવિષાણની (ગધેડાનાં શિંગડાંની) પણ ઉત્પત્તિ થવી જોઈએ. કારણ કે અસત્યણું એકસરખું સમાન છે. તેથી કોઈપણ રૂપે જે વસ્તુ સત્ છે તે જ બીજા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. જેમકે જે માટી પિંડરૂપે છે તે જ માટી પિંડપણે નાશ પામીને ઘટરૂપે ઉત્પન્ન થાય છે. અર્થાત્ પિંડપણે વિદ્યમાન (સત્) એવી જ માટી ઘટાકારપણે ઉત્પન્ન થાય છે.
તથા જે સત્ વસ્તુ છે તેનો સર્વથા નાશ થતો નથી. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે તેનો સર્વથા નાશ થતો હોય તો અનુક્રમે સર્વે જીવો મૃત્યુ પામતાં નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવાદિનો સર્વથા નાશ થતાં સંસારનો જ ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. તેથી બુદ્ધિશાલી આત્માઓએ વિચારવું જોઈએ કે -
અવસ્થિત રહેલી (અર્થાત્ મૂલદ્રવ્યરૂપે ધ્રુવ રહેલી) એવી જીવાદિ નામની વસ્તુનો મનુષ્યાદિ પર્યાયરૂપે જ વિનાશ થાય છે. સર્વથા વિનાશ થતો નથી. તથા અન્ય એવા દેવાદિ ભવરૂપે જ ઉત્પાદ થાય છે. સર્વથા વસ્તુનો નવો ઉત્પાદ થતો નથી. આ રીતે ધ્રુવભૂત વસ્તુનો એક પર્યાયરૂપે ઉત્પાદ અને બીજા પર્યાયરૂપે વિનાશ થાય છે. પરંતુ સર્વથા નવી વસ્તુનો ઉત્પાદ કે જુની વસ્તુનો સર્વથા નાશ થતો નથી. આમ જ્ઞાનીઓને માન્ય છે. સર્વથા નવો ઉત્પાદ કે મૂલભૂત વસ્તુનો સર્વથા નાશ માનવામાં આવે તો લોકવ્યવહારનો ઘણો વિરોધ આવે. અર્થાત્ લોકવ્યવહારનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. તે આ પ્રમાણે -
કોઈ એક ગામમાં એક રાજા હતો. તેને એક પુત્રી અને એક પુત્ર એમ બે સંતાન છે. તે રાજાએ પોતાની રાજપુત્રીને રમવાના હેતુથી સુવર્ણકલશ આપ્યો. તે જોઈને રાજપુત્રે રમવા માટે સોનાનો ઘડો માગ્યો. રાજાએ રાજપુત્રીને આપેલો સુવર્ણકલશ લઈને સોની પાસે જઈને તે સુવર્ણકલશ ભાંગીને સુવર્ણનો દડો બનાવી આપવાનું કહ્યું. સોનીએ તે કલશને ભાંગીને દડો બનાવી આપ્યો. રાજાએ તે દડો રાજપુત્રને આપ્યો. આ એક વાર્તા છે. આમ થવાથી રાજપુત્રીને શોક થયો. રાજપુત્રને હર્ષ થયો અને સુવર્ણના સ્વામી એવા રાજાને ઉદાસીનતા રહી એટલે કે હર્ષ પણ ન થયો અને શોક પણ ન થયો. કારણ કે સુવર્ણનો સ્વામી એવો રાજા કલશાવસ્થામાં પણ મારું સોનું તો તેનું તે જ છે અને દડાની