________________
૨૪
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ પર્ફોમવ નામનો હેતુ સાધ્યાભાવમાં વર્તે છે. સર્વપ્રમાવિષયાતીત એટલે કે નાસ્તિ એ સાધ્ય છે. તેનો અભાવ એટલે ગતિ એ વિપક્ષ થયો. હિમવંતપર્વતના સર્વ અંશોનું માપ, તથા પિશાચાદિ અદેશ્ય પદાર્થો આ સંસારમાં નથી એમ નહીં, પણ છે. ભલે આપણે જાણી શકતા નથી. પરંતુ છે એટલે સાધ્યાભાવ રૂપ હિમવંત પર્વતના પલ-પરિમાણાદિ અને પિશાચાદિ નામના વિપક્ષમાં હેતુની વૃત્તિ થવાથી તમારો હેતુ અનૈકાન્તિક હેત્વાભાસ અર્થાત્ વ્યભિચારી હેતુ થયો.
(૭) જે હેતુ સાધ્યના અભાવમાત્રમાં જ વર્તે તે વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય છે. તમારો આ હેતુ વિરુદ્ધ હેત્વાભાસ પણ છે. ગાથા ૧૫૬૪ થી ૧૫૭૩ માં કહેવાતાં અનેક અનુમાનોથી આત્મા છે જ, એમ સિદ્ધ થાય છે. તમારું અનુમાન નાસ્તિ સાથવાળું છે અને હવે કહેવાતાં અનુમાનોથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે માટે સાધ્યાભાવ થયો. ત્યાં પ્રમાણપઝલTMાવ હેતુ વર્તે છે. તેથી વિરુદ્ધ હેત્વાભાસ થયો. આ પ્રમાણે હે ગૌતમ સ્વયં અનુભવ સિદ્ધ અને સદં-મર્દ ના પ્રત્યક્ષથી સાક્ષાત્ અનુભવાતા એવા આત્મતત્ત્વને ન માનવાથી ઉપરોક્ત ઘણા દોષો આવે છે. ll૧૫૫૭ll
બીજી રીતે પણ આત્માની પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધિ કરે છે. गुणपच्चक्खत्तणओ, गुणी वि जीवो घडोव्व पच्चक्खो । घडओ वि घेप्पइ गुणी, गुणमेत्तग्गहणओ जम्हा ॥१५५८॥ (गुणप्रत्यक्षत्वतो, गुण्यपि जीवो घट इव प्रत्यक्षः । घटकोऽपि गृह्यते गुणी, गुणमात्रग्रहणतो यस्मात् ॥)
ગાથાર્થ - ગુણો પ્રત્યક્ષ હોવાથી ગુણી એવો જીવ પણ ઘટની જેમ પ્રત્યક્ષથી સિદ્ધ છે. કારણ કે રૂપાદિ ગુણમાત્રના ગ્રહણથી ગુણી એવો ઘટ પણ અવશ્ય ગ્રહણ થાય જ છે. /૧૫૫૮ll
વિવેચન - જે દ્રવ્યના ગુણો પ્રત્યક્ષ દેખાતા હોય, ઈન્દ્રિયોથી જણાતા હોય તો તે દ્રવ્ય પણ પ્રત્યક્ષ જણાયું જ કહેવાય છે. જેમકે ઘટ-પટ આદિ પદાર્થોનું રૂપ ચક્ષુર્ગોચર છે. તો તે રૂપગુણવાળો ગુણી ઘટ પણ ચક્ષુર્ગોચર છે. સાકર આદિ પદાર્થોનો રસગુણ રસનેન્દ્રિયગોચર છે તો તેનો ગુણી સાકરપદાર્થ પણ રસનેન્દ્રિયગોચર છે. કમલાદિ દ્રવ્યોનો ગબ્ધ ગુણ ધ્રાણેન્દ્રિયગોચર છે તો તેનો ગુણી કમલાદિ પદાર્થ પણ ધ્રાણેન્દ્રિયગોચર છે. આ ઉદાહરણો ઉપરથી નક્કી થાય છે કે જે દ્રવ્યના ગુણો પ્રત્યક્ષગોચર હોય છે તે