SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ચોથા ગણધર - વ્યક્ત ગણધરવાદ (૧) વ્યવહારનયથી બીજા જીવને જે મારે તે હિંસક. વ્યવહારનયથી બીજા જીવને જે ન મારે તે અહિંસક. (૨) નિશ્ચયનયથી બીજા જીવને ભલે ન મારે, પણ મારવાના પરિણામવાળો હોય તો તે દુષ્ટ હૃદયવાળો હોવાથી હિંસક. નિશ્ચયનયથી બીજા જીવને ભલે મારે, તો પણ મારવાના પરિણામ ન હોય ત્યારે શુદ્ધહૃદય હોવાથી અહિંસક. ઉપરની ચર્ચા-વિચારણા કરતાં સમજાશે કે આ લોક બીજા જીવોથી ધારો કે ઘનીભૂત ન હોય અને વિરલીભૂત હોય તો પણ અન્ય જીવોને મારવાના પરિણામ જેના વર્તે છે તે કસાઈની જેમ હિંસક છે અને આ લોક જીવોથી ભલે ઘનીભૂત હોય પણ અન્ય જીવોને હણવાના પરિણામ જેના નથી તે વૈદ્યની જેમ અહિંસક છે. માટે લોકની ઘનીભૂતતા કે વિરલીભૂતતા અથવા જીવઘાત કે જીવઘાતનો અભાવ એ હિંસકતાનાં કે અહિંસકતાનાં કારણો નથી. પરંતુ હૃદયગત દુષ્ટ પરિણામ એ હિંસકતાનું અને શુદ્ધ પરિણામ એ અહિંસકતાનું કારણ છે. આ પ્રમાણે હિંસા અને અહિંસાનું સ્વરૂપ હોવાથી જીવરક્ષાના પરિણામવાળા સાધુ ક્યારેક વિહારાદિમાં સ્થાવરાદિકાયની જીવહિંસા કરતા હોવા છતાં પણ અહિંસક જ કહેવાય છે. આ જ વાત હવે પછીની ગાથામાં સ્પષ્ટ સમજાવે છે. ll૧૭૬૩-૧૭૬૪ पंचसमिओ तिगुत्तो, नाणी अवि हिंसओ न विवरीओ । होउ व संपत्ती से मा वा जीवोवरोहेणं ॥१७६५॥ (पञ्चसमितस्त्रिगुप्तो ज्ञानी अपि हिंसको न विपरीतः । भवतु वा संपत्तिस्तस्य मा वा जीवोपरोधेन ॥) ગાથાર્થ - પાંચ સમિતિથી અને ત્રણ ગુપ્તિથી યુક્ત તથા જીવની રક્ષાના જ્ઞાન અને ક્રિયાના ઉપયોગવાળા મુનિ (જીવઘાત કરતા છતા પણ) અહિંસક જાણવા અને તેનાથી વિપરીત એવો (અવિરત) જીવ જીવઘાત ન કરતો છતો પણ અહિંસક ન જાણવો. અથવા કીટાદિ શુક્રજંતુઓના ઉપઘાત વડે હિંસાની પ્રાપ્તિ થાય છે. પણ તે સાધુને થતી નથી. /૧૭૬૫l વિવેચન - ૧૭૬૩-૧૭૬૪ ગાથામાં સ્પષ્ટ જ કહ્યું છે કે ક્યારેક જીવઘાત કરતો
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy