________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
છતો પણ જીવ બીજા જીવોની રક્ષાના અને ઉપકારના જ પરિણામવાળો જ્યારે હોય છે
ત્યારે તે વૈદ્યની જેમ અહિંસક જ કહેવાય છે. આ જ ન્યાયને અનુસારે ઈર્યાસમિતિ આદિ પાંચે સમિતિઓથી અને મનોગુપ્તિ આદિ ત્રણે ગુપ્તિઓથી યુક્ત એવા જે મુનિમહારાજા છે તથા જે મહાત્માઓ જીવના સ્વરૂપને જાણનારા છે, જીવોની રક્ષા કરવાની ક્રિયાને જાણનારા છે, સર્વથા જીવોની રક્ષા કરવાના જ પરિણામવાળા છે. એટલે કે એવા વિશિષ્ટ જ્ઞાની છે. તથા તેવા તેવા જીવોની રક્ષા કરવાના પ્રયત્નમાં વર્તવાના સ્વભાવવાળા છે. તે મહાત્માઓથી જયણાપૂર્વક ચાલવા છતાં કોઈ જીવઘાત થઈ જાય તો પણ જીવોની રક્ષા કરવાનો જ શુદ્ધ પરિણામ હોવાથી તે જીવઘાત હિંસાકોટિમાં ગણાતો નથી. તેથી તે મહાત્મા અહિંસક જ કહેવાય છે.
ઉપરની વાતથી જે વિપરીત હોય છે તે અહિંસક ગણાતા નથી. કોઈપણ જીવને ન મારતો હોય તો પણ જે જીવ બીજાને મારવાના જ પરિણામવાળો હોય છે તે કસાઈની જેમ જીવઘાત ન કરતો છતો પણ અવિરતિના પરિણામવાળો હોવાથી હિંસક જ કહેવાય છે. જેમ કરંડીયામાં સુતેલો સાપ કે ગુફામાં સુતેલો સિંહ જીવઘાત ન કરતો હોવા છતાં તેનો વિશ્વાસ કરાતો નથી. સાપ નિર્વિષ નથી અને સિંહ અહિંસક નથી. તેની જેમ જીવઘાત ન કરતો જીવ પણ અવિરતિ હોય તો જીવઘાતના પરિણામ વિનાનો ન હોવાથી અહિંસક નથી પણ હિંસક જ છે.
આ રીતે તત્ત્વની વિચારણા કરતાં સાધુ-સંતો વિહારાદિ કરે ત્યારે ક્યારેક કીટાદિ ક્ષુદ્ર જંતુઓની હિંસા થવાનો જરૂર સંભવ છે. હિંસાની પ્રાપ્તિ છે હિંસાનો સંભવ છે. તો પણ જયણાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી અને જીવઘાત ન કરવાનો તથા જીવોની રક્ષા કરવાનો પરિણામ હોવાથી તે સાધુસંતોને આ હિંસા એ હિંસાની કોટિમાં ગણાતી નથી. કારણ કે તે હિંસાની ક્રિયા હિંસકપણાનું કારણ બનતી નથી. માટે અનૈકાન્તિક (વ્યભિચારી) છે. ૧૭૬૫।।
૩૩૫
જીવઘાત રૂપ હિંસા છે. છતાં તે હિંસા કરનારને હિંસકપણું મનાય પણ ખરું, અને ન પણ મનાય આમ અનૈકાન્તિક કેવી રીતે છે ? તે સમજાવે છે
-
असुहो जो परिणामो, सा हिंसा सोउ बाहिरनिमित्तं । कोवि अवेक्खेज्ज नवा जम्हाऽणेगंतियं बज्झं ॥१७६६ ॥
(અનુમો ય: પરિણામ:, સા હિંસા, મૈં તુ વાદ્યનિમિત્તમ્ । कोऽप्यपेक्षेत नवा यस्मादनैकान्तिकं बाह्यम् ॥ )