________________
૧૬૩
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ જાઉં. વીતરાગપ્રભુને વંદન કરું, અને વંદન કરીને તેઓશ્રીની હું ઉપાસના કરું. મારા આત્માને ધન્ય-ધન્ય બનાવું.
ઉપર પ્રમાણે રોષ અને અભિમાન ત્યજીને કષાયમુક્ત થઈને ભાવથી પૂજ્યભાવ અને અહોભાવપૂર્વક પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને વંદનાદિ કરવાની શુદ્ધ બુદ્ધિ સહિત તે તરફ ચાલ્યા. ૧૬૪પી.
અવતરણ - મનમાં શું વિચારીને તે પરમાત્મા તરફ ચાલ્યા ? તે કહે છે - सीसत्तेणोवगया, संपयमिंद-ग्गिभूइणो जस्स । तिहुयणकयप्पणामो, स महाभागोऽभिगमणिज्जो ॥१६४६॥ तदभिगम-वंदणो-वासणाइणा होज पूयपावोऽहं । वोच्छिण्णसंसओ वा, वोत्तुं पत्तो जिणसगासे ॥१६४७॥ (शिष्यत्वेनोपगतौ, साम्प्रतमिन्द्राग्निभूती यस्य । त्रिभुवनकृतप्रणामः, स महाभागोऽभिगमनीयः ॥ तदभिगमनवन्दनोपासनादिना भवेयं पूतपापोऽहम् । व्यवच्छिन्नसंशयो वोक्त्वा प्राप्तो जिनसकाशे ॥)
ગાથાર્થ - ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ આ બને જેમના હાલ શિષ્ય બન્યા છે. તે, ત્રણે ભુવન વડે કરાયા છે પ્રણામ જેને એવા ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રભુ મહાભાગ્યશાલી છે અને મારે ત્યાં જલ્દી જવા જેવું છે. તેમની પાસે જઈને વંદન કરીને ઉપાસના આદિ કરવા દ્વારા નષ્ટપાપવાળો હું થાઉં. અથવા મારા સંશયનો ઉચ્છેદ કરનારો થાઉં. આવું કહીને જિનેશ્વર પ્રભુ પાસે જવા નીકળ્યા. ll૧૬૪૬-૧૬૪૭ll
વિવેચન - આ બને ગાથા બહુ જ સુગમ છે. બલવાન એવા પોતાના બન્ને ભાઈઓ હારી ગયા છે. અરે, હારી ગયા છે. એટલું જ નહીં પણ ત્યાંને ત્યાં જ દીક્ષિત થયા છે. એવું સાંભળીને તથા તે ભૂમિ તરફ અસંખ્ય દેવ-દેવીઓ અને માનવોના ગમનાગમનને દેખીને વાયુભૂતિ અતિશય ઠંડા જ થઈ ગયા અને પોતે જ કહેવા લાગ્યા કે આ સાચા સર્વજ્ઞ છે. ત્રિભુવનકૃત પ્રણામવાળા છે. જૈનોના ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર પરમાત્મા છે. હું જલ્દી જલ્દી ત્યાં જાઉં. એક ક્ષણનો પણ વિલંબ ન કરું. મારા હૃદયમાં રહેલો પ્રશ્ન પ્રભુજીને પૂછું અને સારો ઉત્તર મેળવી નષ્ટપ્રશ્નવાળો થાઉં. તથા