________________
| વાયુભૂતિ નામના ત્રીજા ગણધર II હવે ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિની ભગવાન સાથે થયેલી ધર્મચર્ચા ગ્રંથકારશ્રી જણાવે છે -
ते पव्वइए सोउं, तइओ आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१६४५॥ (तौ प्रव्रजितौ श्रुत्वा, तृतीय आगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥)
ગાથાર્થ - તે બન્ને ભાઈને દીક્ષિત થયેલા સાંભળીને ત્રીજા વાયુભૂતિ જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે. તુરત જાઉં, વંદન કરું અને વંદન કરીને પરમાત્માની સેવા કરું. ll૧૬૪પ
વિવેચન - ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ આ ત્રણે ભાઈ હતા. મહાવિદ્વાન હતા. યજ્ઞાદિ અનુષ્ઠાન કરાવવામાં ધર્મગુરુ હતા. પ્રથમના બન્ને ભાઈઓ ભગવાન શ્રી મહાવીર પ્રભુજીનું “સર્વશપણું અને સર્વદર્શીપણું” સાંભળીને રોષ અને અભિમાનપૂર્વક ભગવાનને હરાવવાની બુદ્ધિથી ભગવાન પાસે આવ્યા હતા. પરંતુ ૩૪ અતિશયવાળા પરમાત્મા શ્રી મહાવીરપ્રભુની ૩૫ ગુણયુક્ત મનોહરવાણીના જાદુથી તે બન્ને ભાઈઓ ઠંડા પડી ગયા. એટલું જ નહીં, પરંતુ રોષ અને અભિમાન ત્યજી દઈને પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવવાળા અને અહોભાવવાળા બન્યા. સાચું તત્ત્વ સ્વીકાર્યું, વિનીત અને દીક્ષિત બન્યા, પરમાત્મા પ્રત્યે અતિશય ગુણાનુરાગી અને પ્રથમ નંબરના શિષ્ય બન્યા.
ઉપરની સઘળી વાત આવતા-જતા લોકો દ્વારા તેઓના ત્રીજા ભાઈ વાયુભૂતિએ સાંભળી. આ સાંભળીને જ વાયુભૂતિના મનમાં પ્રભુ પ્રત્યે રહેલો ગુસ્સો સર્વથા ચાલ્યો ગયો. અભિમાન તો દૂર જ જતું રહ્યું. મનમાં રહેલા કષાયયુક્ત બધા જ દૂષિત ભાવો પલાયન થઈ ગયા. આ પંડિત બ્રાહ્મણને જુદા જ વિચારો સ્કુરાયમાન થયા, મારા બે ભાઈ મહાવિદ્વાન, ગજરાજ જેવા, કોઈના ગાંજ્યા ન જાય, ક્યાંય હાર ન ખાય, કોઈને પણ એમને એમ નમે નહીં, તે મારા ભાઈઓ જ્યાં હારી ગયા, દીક્ષિત બન્યા, પરમાત્માના શિષ્ય બન્યા, તો જરૂર આ સાચા સર્વજ્ઞ જ છે. સર્વદશ જ છે. જૈનોના ભગવાન શ્રી મહાવીર સ્વામી નામના ચોવીસમા તીર્થંકરપ્રભુ જ છે. હું પણ જલ્દી જલ્દી