________________
ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૬૧ ભોગ્યશરીરોની જે રચના થાય છે તે કાર્ય છે. આત્મા તેનો કર્તા છે. આ આત્માને શરીરાદિ બનાવવામાં જે ઉપકરણભાવને પામનારું તત્ત્વ છે તે જ કર્મ છે એમ હે અગ્નિભૂતિ ! તમે સ્વીકારો.
તથા કેટલાંક વેદનાં પદો સાક્ષાત્ કર્મના અસ્તિત્વને સૂચવનારાં પણ છે. તે આ પ્રમાણે -
“પુષ: પુષ્યન વર્ષા, પાપ: પાપન વશર્મા'
પુણ્યનાં કામો કરવાથી પુણ્યકર્મ બધાય છે અને પાપનાં કાર્યો કરવાથી પાપકર્મ બંધાય છે. આવાં વાક્યો કર્મની સત્તાને જણાવે પણ છે તેથી આગમથી પણ કર્મ છે. એમ હે અગ્નિભૂતિ ! તમે કર્મતત્ત્વને સ્વીકારો. ૧૬૪૩
छिन्नम्मि संसयम्मि, जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, पंचहिं सह खंडियसएहिं ॥१६४४॥ (छिन्ने संशये जिनेन, जरामरणविप्रमुक्तेन ।।
સ: શ્રમ: પ્રતિ:, મિ. સદ ઉતૈ: II)
ગાથાર્થ – જરા અને મરણથી મુકાયેલા એવા જિનેશ્વર પ્રભુ વડે અગ્નિભૂતિનો સંશય છેદાયે છતે તે તે શ્રમણ પોતાના ૫૦૦ (પાંચસો) શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા. /૧૬૪૪ll
વિવેચન - પ્રથમ ગણધરની સમાન જ જાણવું. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ અનેક સુંદર યુક્તિ-પ્રયુક્તિ અને ઉદાહરણો વડે એવી મધુર અમૃતવાણી દ્વારા અગ્નિભૂતિને કર્મતત્ત્વ સમજાવ્યું. જે અતિશય સૂક્ષ્મ છે, અદેશ્ય છે છતાં પ્રત્યક્ષ-અનુમાન અને આગમ આદિ પ્રમાણો વડે કર્મ સિદ્ધ કર્યું. જે અગ્નિભૂતિ ઘણા જ ક્રોધ સાથે અને અભિમાન સાથે પ્રભુ પાસે આવ્યા હતા. તે જ અગ્નિભૂતિ અગ્નિની સામે જેમ મીણ ઓગળી જાય તેમ પ્રભુ પાસે પ્રભુની વાણી સાંભળીને ઓગળી ગયા. પોતાના કદાગ્રહો ત્યજી દીધા. સરળ સ્વભાવી બની ગયા. પરમાત્મા તેમને સંસાર તરવામાં નિમિત્તભૂત બની ગયા. આ રીતે અગ્નિભૂતિના પ્રશ્નસંબંધી કર્મતત્ત્વની ચર્ચા અહીં સમાપ્ત થઈ. ૧૬૪૪
બીજા ગણધર શ્રી અગ્નિભૂતિનો વાદ સમાપ્ત થયો.