________________
૧૬૦
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ ઉત્તર - આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે જો આ વાક્યને વિધિવાક્ય માનીએ તો જો એક જ પરિપૂર્ણ આહૂતિથી સર્વ ઈચ્છાઓની પ્રાપ્તિ થતી હોય તો સ્વર્ગાદિની ઈચ્છાવાળાએ અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા ઈત્યાદિ બાકીનાં પદોમાં કહેલાં ધર્માનુષ્ઠાનોને સૂચવનારાં પદો વ્યર્થ થવાનો પ્રસંગ આવે. માટે આ વાક્ય વિધિ સૂચવનારું નથી. પણ ઈશ્વરની સ્તુતિ સૂચવનારું જ છે.
તથા “Tષ વ: પ્રથમ યજ્ઞ યોગનિષ્ટોન, રોડનેનનિર્વાડજોર વનને, મર્તષ્ણપતિ” જે આ અગ્નિષ્ટોમ યજ્ઞ છે તે તમારે સૌથી પ્રથમ કરવો જોઈએ. જે મનુષ્ય પ્રથમ અગ્નિષ્ટોમ યજ્ઞ કર્યા વિના બીજા પશુમેધાદિ યજ્ઞ કરે છે તે ખાડામાં પડે છે. આ વાક્ય પશુમેધાદિ બીજા યજ્ઞોનું પ્રથમ કરવું તે ઉચિત નથી. જો તે યજ્ઞ પ્રથમ કરવામાં આવે તો તે નિન્દા હેતુ છે. માટે આ વાક્ય નિન્દા અર્થને સૂચવનારું છે.
“દિશ માસા: સંવત્સર:” = બાર મહીના તે એક વર્ષ જાણવું. “નિષ્ઠ:'' જે અગ્નિ છે તે ઉષ્ણ જાણવો. “નર્દિમ મેષન” અગ્નિ એ ઠંડીનું ઔષધ છે. આ સઘળાં વેદનાં વાક્યો માત્ર અનુવાદ સૂચવનારાં છે. કારણ કે જે લોકમાં પ્રસિદ્ધ અર્થ છે તે અર્થનો જ અનુવાદ કરેલો છે. જે બાર માસ છે તેને જ વર્ષ કહેવાય છે. આગલા વાક્યનો અનુવાદ પાછલા વાક્યમાં છે. આ રીતે વેદનાં પદો ક્યાંક સ્તુતિસૂચક, ક્યાંક વિધિસૂચક અને ક્યાંક અનુવાદસૂચક હોય છે. તેથી “પુરુષ હું સર્વમ્' ઈત્યાદિ જે વેદનાં પદો છે તે માત્ર ઈશ્વરની પ્રશંસા-ભક્તિસૂચક જાણવાં. પરંતુ કેવલ એક ઈશ્વરાત્મા જ છે અને કર્મ નથી એમ કર્મના નિષેધને સૂચવનારાં ન જાણવાં.
તથા “વિજ્ઞાનધન પર્વતેગ્યો મૂખ્ય" ઈત્યાદિ જે વેદપદો છે તેનો અર્થ પણ આ પ્રમાણે છે કે વિજ્ઞાનના ઘનાત્મક જે આ પુરુષ (આત્મા) છે તે પાંચે ભૂતોથી અર્થાન્તર છે. ભિન્ન પદાર્થ છે અને તે કર્તા છે. તેનાં શરીર અને ઈન્દ્રિયો વગેરે જે કંઈ છે તે કાર્ય છે. કારણ કે તે જીવ વડે કરાય છે અને આ વાત પૂર્વે સમજાવાઈ ગઈ છે. હવે જો જીવ એ કર્તા હોય, અને શરીરાદિ જો કાર્ય હોય તો કર્તા અને કાર્યથી ભિન્ન એવું ત્રીજું કોઈક ઉપકરણતત્ત્વ = સાધનતત્ત્વ હોવું જોઈએ. જે ઉપકરણભૂત તત્ત્વ છે તે જ કર્મ છે. તેનું અનુમાન આ પ્રમાણે છે -
જ્યાં જ્યાં કર્તા અને કાર્યભાવ હોય છે ત્યાં ત્યાં તેનાથી ભિન્ન એવું ઉપકરણ અવશ્ય હોય જ છે. જેમકે કર્તા લુહાર, કાર્ય લોહપિંડ, આ બન્નેમાં સાંડશો એ ઉપકરણતત્ત્વ છે. લુહાર સાંડશા વડે લોહપિંડને પકડે છે. તેવી રીતે ઔદારિકાદિ