________________
૧૬૪
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
પરમાત્માનાં દર્શન-વંદન કરીને તેઓશ્રીની ઉપાસના આદિ કરવા દ્વારા પૂતપાપ (નિર્મળ થઈ ગયાં છે પાપો જેનાં એવો એટલે કે ધોવાઈ ગયાં છે પાપો જેનાં) એવો હું અતિશય નિર્મળ બનું. આવી ઊંચી ભાવનાપૂર્વક પરમાત્મા તરફ ચાલ્યા. ૧૬૪૬-૧૬૪૭
आभट्ठो य जिणेणं, जाइजरामरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१६४८ ॥
(आभाषितश्च जिनेन, जातिजरामरणविप्रमुक्तेन ।
नाम्ना च गोत्रेण च, सर्वज्ञेन सर्वदर्शिना ॥ )
ગાથાર્થ
જન્મ, જરા અને મરણથી મુક્ત બનેલા અને સર્વજ્ઞ-સર્વદર્શી એવા ભગવાન શ્રી મહાવીર પ્રભુ વડે નામ અને ગોત્ર વડે (તેમને) બોલાવાયા. ૧૬૪૮
-
વિવેચન - દૂરથી આવેલા એવા તે વાયુભૂતિ નામના પંડિત બ્રાહ્મણને જન્મ-જરા અને મૃત્યુ વિનાના સર્વજ્ઞ અને સર્વદર્શી એવા શ્રી મહાવીર પ્રભુજીએ મીઠી વાણીથી બોલાવ્યા કે હે વાયુભૂતિ ! તમે ભલે આવ્યા.
વાયુભૂતિના મનમાં પણ એક શંકા છે. તે શંકા દૂર કરવા માટે ભગવાનને તે શંકા કહેવાની પ્રબળ ઈચ્છા છે. કારણ કે ભગવાન પ્રત્યે પ્રબળ પૂજ્યભાવ હૈયામાં પ્રગટેલો છે. તેથી ભગવાનની અતિશય સમીપ જાઉં અને મારો પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવીને નિઃશંક થાઉં, આવી ભાવના હૈયામાં વર્તે છે. આવી ઉત્તમ ભાવનાવાળા તે વાયુભૂતિ કંઈ પણ બોલે તે પહેલાં જ “તમે ભલે આવ્યા” એમ કહીને ભગવાને જ તેમના ગૌરવ સાથે એકદમ તે વાયુભૂતિને બોલાવ્યા. પરંતુ તે પરમાત્માની ત્રણે લોક કરતાં અતિશય ચઢિયાતી એવી રૂપાદિની અને સમવસરણ આદિની વિશિષ્ટ સમૃદ્ધિને જોઈને અતિશય ક્ષોભ અને અચંબો પામેલા એવા વાયુભૂતિ હૃદયગત શંકાને કહેવાને અસમર્થ બન્યા અને વિસ્મય પામીને મૌન જ રહ્યા. કંઈ બોલી જ ન શક્યા. આશ્ચર્યચકિત નેત્રે ભગવાન તરફ માત્ર જોવા જ લાગ્યા જોવા જ લાગ્યા. તેથી ભગવાને ફરીથી કહ્યું કે - ||૧૬૪૮॥
-
तज्जीव तस्सरीरं ति, संसओ न वि य पुच्छसे किंचि । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१६४९॥
( तज्जीवस्तच्छरीरमिति संशयो नापि च पृच्छसि किञ्चित् । वेदपदानां चार्थं, न जानासि तेषामयमर्थः ॥ )