________________
૧૬૫
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ ગાથાર્થ - “જે જીવે છે તે જ શરીર છે” (અર્થાત્ ભિન્ન એવો જીવ નથી) આવો સંશય તમને છે. છતાં કેમ કંઈ પૂછતા નથી ? વેદપદોના અર્થને તમે જાણતા નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે. /૧૬૪૯ll
વિવેચન - હે આયુષ્યમાન્ વાયુભૂતિ ! જે આ જીવ નામની વસ્તુ જગતમાં લોકો કહે છે તે શરીર જ છે અર્થાત્ જે શરીર છે તે જ જીવ છે. પરંતુ શરીરથી ભિન્ન એવો જીવ નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી. આવો સંશય તમારા હૃદયમાં વર્તે છે. પરંતુ તે સંશયને દૂર કરવા માટે તમે મને કેમ કંઈ પૂછતા જ નથી ? મૌન શા માટે છો ? જે પ્રશ્ન છે તે પૂછો ? યજ્ઞના મંડપથી તમે અહીં આવવા માટે જ્યારે નીકળ્યા ત્યારે તમારા વડે જ આમ કહેવાયું હતું કે હું ભગવાન પાસે જાઉં, દર્શન-વંદન કરીને મારા સંશયનો વિચ્છેદ કરીને ભગવાનની ઉપાસના કરું” આવું તમે ત્યાંથી નીકળતાં બોલેલા છો તો પછી હવે અહીં આવીને કેમ કંઈ પૂછતા નથી ? મન કેમ છો?
લોકમાં જે જીવદ્રવ્ય નામનો એક પદાર્થ વસ્તુ તરીકે પ્રસિદ્ધ છે. તે શરીર જ છે” આવો સંશય તમને પરસ્પર વિરુદ્ધ એવાં વેદોનાં પદોને સાંભળવાના કારણે થયેલો છે. તે વેદપદોનો સાચો અર્થ તમે જાણતા નથી. તેથી સંશય કરો છો તે વેદપદોનો હવે કહેવાતો સાચો અર્થ આ પ્રમાણે છે. તે તમે સાવધાન થઈને સાંભળો.
ઈન્દ્રભૂતિને “જીવ છે કે જીવ નથી” આવા પ્રકારનો સંશય હતો અને આ વાયુભૂતિને જીવ છે કે જીવ નથી આવો સંશય નથી, જીવ છે જ એમ નિર્ણય છે. પરંતુ શરીરથી ભિન્ન એવો જીવ નથી. અર્થાત્ જે શરીર છે તે જ જીવ છે. આવો સંશય છે. આ પ્રમાણે બન્નેના સંશયનો ભેદ જાણવો. ll૧૬૪૯માં
વાયુભૂતિના હૃદયમાં જેવા પ્રકારનો આ સંશય વર્તે છે તેવા પ્રકારનો તે સંશય વિશેષે ખુલ્લો કરતા ભગવાન શ્રી મહાવીર પ્રભુ કહે છે કે -
वसुहाइभूयसमुदयसंभूया चेयणत्ति ते संका । पत्तेयमदिट्ठा वि हु, मजंगमउ व्व समुदाये ॥१६५०॥ जह मजंगेसु मओ, वीसुमदिट्ठो वि समुदए होउं । कालंतरे विणस्सइ, तह भूयगणम्मि चेयण्णं ॥१६५१॥