________________
૧૬૬
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ (वसुधादिभूतसमुदयसम्भूता चेतनेति तव शङ्का । प्रत्येकमदृष्टापि खलु, मद्याङ्गमद इव समुदाये ॥ यथा मद्याङ्गेषु मदो, विष्वगदृष्टोऽपि समुदये भूत्वा । कालान्तरे विनश्यति, तथा भूतगणेऽपि चैतन्यम् ॥)
ગાથાર્થ - જેમ મદ્યના અંગોમાં એક-એક અંગમાં મદશક્તિ ન દેખાવા છતાં તે મદશક્તિ સમુદાયમાં દેખાય છે તેમ એક-એક ભૂતમાં ન જોવાયેલી એવી પણ ચેતનાશક્તિ પૃથ્વી આદિ ભૂતોના સમુદાયમાં ઉત્પન્ન થયેલી છે આવી તમારા મનમાં શંકા છે. જેમ મદિરાના એક-એક અંગમાં મદશક્તિ ન દેખાતી હોવા છતાં પણ સમુદાયમાં ઉત્પન્ન થઈને કાલાન્તરે તે નાશ પામે છે તેમ ભૂતોના સમુદાયમાં ચેતના પણ ઉત્પન થઈને નાશ પામનારી જાણવી. ll૧૬૫૦-૧૬૫૧/l
વિવેચન - “વસુધા” એટલે પૃથ્વી, અને આદિ શબ્દથી જળ-તેજ-વાયુ સમજવા. આ ચારે દ્રવ્યો આ સંસારમાં “મન્ત' એટલે કે ઉત્પન્ન થાય છે. માટે તે ચારે દ્રવ્યોને “ભૂત” કહેવાય છે. તેઓનું મળવું એટલે કે પરસ્પર એકમેક થવાપણાની જે પરિણતિ છે. તેને “વસુધાદિભૂત સમુદાય” કહેવાય છે. તે ચારે ભૂતો એકમેક થાય તે પહેલાં તેમાં ચેતના ન હતી અને જ્યારે ચારેનું પરસ્પર મિલન થયું. ત્યારે તેમાં ચેતના ઉત્પન્ન થઈ. તેથી ભૂતોનો જે પરસ્પર મિલનાત્મક સમુદાય છે તે જ ચેતનાવાળો બનવાથી તે સમુદાયને જ જીવ કહેવાય છે. તેનાથી અતિરિક્ત જીવ જેવું કોઈ દ્રવ્ય નથી આવી તમારા મનમાં શંકા છે.
આ ચેતનાશક્તિ પૃથ્વી આદિ એક-એક ભૂતમાં હોતી નથી, તો પણ સમુદાયમાં આવે છે. જેમ કે મદિરા જેમાંથી બનાવાય છે. તેને મદિરાનાં અંગો એટલે કે મદ્યોગ કહેવાય છે. ધાવડી (નામનું એક વૃક્ષ-વનસ્પતિવિશેષ છે) તેનાં પુષ્પો, જુનો ગોળ અને પાણી વગેરે કેટલાક આવા પદાર્થોને સાથે ઉકાળવાથી તેમાં મદિરાની મદશક્તિ ઉત્પન્ન થતી પ્રત્યક્ષ નજરે દેખાય છે. એટલે કે ધાવડીનાં પુષ્પો, જુનો ગોળ અને પાણી છુટાં છુટાં હોય ત્યારે તેમાં મદશક્તિ નથી. પરંતુ સાથે મેળવીને ઉકાળવામાં આવે છે. એકરસ કરવામાં આવે છે ત્યારે તે સમુદાયમાં મદશક્તિ પ્રગટપણે સાક્ષાત્ દેખાય છે. તેમ પૃથ્વીજળ-તેજ અને વાયુ એકલા-એકલા હોય ત્યારે તેમાં ચેતનાશક્તિ હોતી નથી. પરંતુ તે ચારેનો સમુદાય સાથે મળે છે ત્યારે તેમાં ચેતનાશક્તિ પ્રગટ થાય છે. આ રીતે આ ચેતના એ ભૂતસમુદાયનો ધર્મ છે એમ અન્વય દ્વારા સમજાવ્યું. અન્વય એટલે કે જ્યાં જ્યાં