________________
૧૬૭
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ મદ્યનાં અંગોનો સમુદાય હોય છે ત્યાં ત્યાં જ મદશક્તિ દેખાય છે. તેવી રીતે જ્યાં જ્યાં ભૂતોનો સમુદાય હોય છે ત્યાં ત્યાં જ ચેતનાશક્તિ દેખાય છે. માટે ચેતના એ ભૂતસમુદાયનો જ ધર્મ છે. આ અન્વયવ્યાપ્તિ એ જ અન્વય જાણવો.
વ્યતિરેકવ્યાપ્તિ સમજાવાય છે કે - જેમ મદિરાના એક-એક અંગમાં મદશક્તિ નથી તેમ એક-એક ભૂતમાં ચેતનાશક્તિ નથી. માટે તે એક-એક ભૂતનો ધર્મ નથી. પરંતુ જેમ મદશક્તિ મદિરાના એક-એક અંગમાં નથી દેખાતી, છતાં તે અંગોના સમદાયમાં મદશક્તિ ઉત્પન થાય છે અને ત્યાં ઉત્પન થયા પછી કેટલોક કાલ રહીને તેવા પ્રકારની વિનાશક સામગ્રીના વશથી કોઈ કારણે વિનાશ પામે છે તેવી જ રીતે પૃથ્વી આદિ ચારે
ભૂતોમાં એક-એક ભૂતમાં સત્ = અવિદ્યમાન એવી પણ ચેતનાશક્તિ તેના સમુદાયમાં ઉત્પન્ન થઈને કેટલોક કાળ રહીને કાલાન્તરે વિનાશ પામે છે. એટલે જ્યાં જ્યાં આવો ભૂતસમુદાય નથી ત્યાં ત્યાં ચેતનાશક્તિ પણ નથી. આ વ્યતિરેકવ્યાપ્તિ થઈ. આ રીતે અન્વય અને વ્યતિરેક એમ બન્ને વ્યાપ્તિ દ્વારા જણાય છે કે ચેતનાશક્તિ એ ભૂતસમુદાયનો ધર્મ છે.
ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે - સમુદાયની અંદર જે એક એક અંગ હોય છે તેને “સમુદાયિ” કહેવાય છે. જેમકે પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુ આ ચારે એકલા-એકલા = છુટા-છુટા હોય તેને “સમુદાયિ = સમુદાયરૂપે થવાને યોગ્ય” કહેવાય છે અને ચારેનું પરસ્પર મિલન તેને સમુદાય કહેવાય છે. જે વસ્તુ સમુદાયમાં (એક એક જુદા જુદા પદાર્થમાં) ન દેખાય, પરંતુ સમુદાયમાત્રમાં જ દેખાય, તે વસ્તુ તે સમુદાયમાત્રનો જ ધર્મ કહેવાય છે. જેમ મદશક્તિ ધાવડીનાં પુષ્પાદિ એક-એક અંગમાં દેખાતી નથી પણ તેના સમુદાયમાત્રમાં જ દેખાય છે. તેથી તે મદશક્તિ સમુદાયમાત્રનો જ ધર્મ કહેવાય છે.
આ પ્રમાણે ચેતનાશક્તિ પણ ભૂતસમુદાયમાત્રમાં જ દેખાય છે. એક-એક ભૂતમાં જણાતી નથી. એથી તે ચેતના શક્તિ એક-એક ભૂતનો ધર્મ નથી. પણ ભૂતસમુદાય માત્રનો જ ધર્મ છે. ધર્મ અને ધર્મીનો તાદાભ્ય હોવાથી અભેદ જ છે કારણ કે જો અભેદ જ છે એમ ન માનીએ અને ભેદ છે એમ માનીએ તો ઘટ અને પટ ભિન્ન હોવાથી તે બન્નેની વચ્ચે જેમ ધર્મ-ધર્મીભાવ નથી. તેમ અહીં ચેતનાશક્તિ અને ભૂતસમુદાયમાં પણ ધર્મધર્મભાવનો અભાવ જ થવાનો પ્રસંગ આવે. માટે આ બન્નેનો અભેદ જ માનવો જોઈએ. તેથી નક્કી થાય છે કે જે આ ચારભૂતોના સમુદાયાત્મક બનેલું શરીર છે તે ધર્મી છે અને તેમાં પ્રગટ થયેલી ચેતનાશક્તિ (જીવ) એ ધર્મ છે. આ બન્નેનો અભેદ હોવાથી જે શરીર