________________
૧૬૮
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ છે તે જ જીવ છે. શરીરથી જુદો જીવ નથી. આ રીતે શરીર એ જ જીવ છે. આમ આ એકબાજુની વાત થઈ.
બીજી બાજુ વેદપાઠોનાં જ બીજાં કેટલાંક વાક્યોમાં “શરીરથી ભિન્ન જીવદ્રવ્ય છે” આવું આવું સાંભળવા મળે છે. તે વેદપાઠ આ પ્રમાણે છે - “ર વૈ સશરીરસ્ય પ્રિયપ્રિયયોરપતિપ્તિ મશરીર વી વસતં પ્રિયપ્રિયે જ કૃશતઃ' ઈત્યાદિ = શરીરવાળા જીવને રાગ અને દ્વેષનો નાશ હોતો નથી. અર્થાત્ શરીરવાળા જીવને રાગ અને દ્વેષ હોય છે. પરંતુ અશરીરીપણે વસતા જીવને એટલે કે આ જીવ જ્યારે શરીર ત્યજીને મુક્તિમાં જઈને અશરીરીપણે વસે છે ત્યારે તેને રાગ અને દ્વેષ સ્પર્શતા પણ નથી. આ વેદવાક્ય શરીરથી જીવ જુદો છે એમ સૂચવે છે. તેથી તે વાયુભૂતિ ! તમને સંશય થયો છે. l/૧૬૫૦-૧૬૫૧||
હવે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુજી ઉત્તર આપે છે - पत्तेयमभावाओ, न रेणुतेल्लं व समुदये चेया । मजंगेसुं तु मओ, वीसुं पि न सव्वसो नत्थि ॥१६५२॥ (प्रत्येकमभावाद् न रेणुतैलमिव समुदये चेतना ।
मद्याङ्गेषु तु मदो विष्वगपि न सर्वशो नास्ति ॥)
ગાથાર્થ - રેતીના સમુદાયમાં જેમ તેલ નથી. તેમ એક-એક ભૂતમાં ચેતના ન હોવાથી ભૂતોના સમુદાયમાં પણ ચેતના નથી. વળી મદિરાના એક-એક અંગમાં મદશક્તિ સર્વથા નથી એમ નહીં (પણ એક-એક અંગમાં મદશક્તિ છે.) l/૧૬૬ર/
વિવેચન - હે વાયુભૂતિ ! તમને ચાર ભૂતોના બનેલા શરીરમાં જે ચેતના દેખાય છે. તે ચાર ભૂતોના સમુદાયમાત્રથી ઉત્પન્ન થયેલી છે એમ તમને લાગે છે. પણ વાસ્તવિક સ્થિતિ તેમ નથી. પરંતુ ચાર ભૂતસમુદાયથી અતિરિક્ત એવા જીવદ્રવ્યથી ઉત્પન્ન થયેલી તે ચેતના છે, કારણ કે જે ચાર ભૂતોનો સમુદાય તમે માનો છો તે ચારે ભૂતોમાંના કોઈપણ એક-એક ભૂતમાં તે ચેતના જણાતી નથી. જે ધર્મ એક-એક અંગમાં હોતો નથી તે ધર્મ તેના સમુદાયમાં પણ ક્યારેય આવતો નથી. રેતીના સમુદાયમાં તેલની જેમ, અર્થાત્ જેમ રેતીના એક-એક કણમાં તેલનું બિન્દુ પણ નથી તેથી તે રેતીના કણોનો ગમે તેટલો સમુદાય કરવામાં આવે તો પણ તે રેતીના કણના સમુદાયમાંથી તેલ પ્રગટ થતું જ નથી. તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે -