________________
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૬૯
ચેતના, ન ભૂતસમુદાયમાત્રપ્રમવા આ પ્રતિજ્ઞા જાણવી. પ્રત્યેાવસ્થય સર્વથાનુપન Mાત્ આ હેતુ જાણવો.
જે ધર્મ જેના એક-એક અંગમાં સર્વથા નથી જણાતો, તે ધર્મ તેના સમુદાયમાં પણ નથી જ સંભવતો. આ અન્વયવ્યાપ્તિ જાણવી. જેમકે રેતીના કણના સમુદાયમાં તેલ, આ અન્વયદૃષ્ટાન્ત જાણવું. જે ધર્મ જો સમુદાયમાં દેખાતો હોય, તો તે ધર્મનો તે સમુદાયના એક-એક અંગમાં સર્વથા અનુપલંભ હોતો નથી પણ તે સમુદાયના એક એક અંગમાં તે ધર્મ દેખાય છે. આ વ્યતિરેકવ્યાપ્તિ જાણવી. જેમકે તલના એક એક કણમાં તેલનો ઉપલંભ થાય છે. તેથી તલના સમુદાયમાં તેલ પ્રગટ થાય છે. આ વ્યતિરેક દૃષ્ટાન્ત જાણવું. ભૂતોમાં એક-એક ભૂતમાં ચેતના અંશથી પણ સર્વથા દેખાતી નથી. આ ઉપનય જાણવો. તેથી આ ચેતના તે ભૂતોના સમુદાય માત્રથી ઉત્પન્ન થયેલી નથી. આ નિગમન જાણવું. (આ પ્રમાણે ન્યાય લગાડવો.)
સારાંશ કે એક-એક ભૂતમાં ચેતના નથી. માટે રેતીના કણના સમૂહમાં જેમ તેલ ન હોય તેમ ભૂતોના સમૂહમાત્રથી થયેલી આ ચેતના નથી. પરંતુ અર્થપત્તિ પ્રમાણથી જણાય છે કે તે ચાર ભૂતોના સમુદાયાત્મક બનેલા શરીરમાં જે ચેતના દેખાય છે તે ચેતના ચારે ભતોના સમદાયથી અતિરિક્ત એવું જીવ નામનું કોઈ કારણાન્તર દ્રવ્ય ત્યાં જોડાયેલું છે. તે અતિરિક્ત દ્રવ્યથી આ ચેતના ઉત્પન થયેલી છે એમ સ્વીકારવું જોઈએ. ઉપર કહેલા અમારા અનુમાનથી આ ચેતના એક-એક ભૂતમાં નથી. માટે સમુદાયનો ધર્મ પણ નથી પરંતુ દ્રવ્યાન્તર એવા જીવનો ધર્મ છે. આમ હે વાયુભૂતિ ! તું સાચા તત્ત્વને સ્વીકાર.
વાયુભૂતિ પરમાત્માને પૂછે છે કે તમારો આ હેતુ અનૈકાન્તિક હેત્વાભાસ છે. તમે જે એમ કહો છો કે “પ્રત્યેક અવસ્થામાં જે ન હોય તે સમુદાયમાં પણ ન હોય” પરંતુ તમારી આ વાત ખોટી છે કારણ કે મદિરાનાં એક-એક અંગ જેમકે ધાવડીનાં પુષ્પ, જુનો ગોળ અને પાણી વગેરે છે. તેમાં એક-એકમાં મદશક્તિ દેખાતી નથી તો પણ તે અંગોનો જ્યારે સમુદાય થાય છે ત્યારે તે સમુદાયમાં અવશ્ય મદશક્તિ ઉત્પન્ન થતી પ્રત્યક્ષ દેખાય છે. તેથી એક-એક અંગમાં ન હોય તે સમુદાયમાં પણ ન જ હોય આવી તમારી કહેલી વાત વ્યભિચાર વાળી બને છે. અર્થાત્ એક-એક અંગમાં ન હોય છતાં પણ સમુદાયમાં હોય છે.
ઉત્તર - હે વાયુભૂતિ ! ધાવડીનાં પુષ્પાદિ જે મદ્યનાં અંગો છે તેમાંના એક એક અંગમાં મદશક્તિ સર્વથા નથી એમ નહીં, પરંતુ પ્રત્યેક અવયવમાં કંઈક કંઈક અંશ જેટલા પ્રમાણવાળી મદશક્તિની માત્રા છે અર્થાત્ તે માત્રા જેટલી મદશક્તિ ત્યાં પણ અવશ્ય