________________
ગણધરવાદ
૨૦૧
ત્રીજા ગણધર - વાયુભૂતિ न य सव्वहेव खणिअं, नाणं पुव्वोवलद्धसरणाओ । खणिओ न सरइ भूयं, जह जम्मानंतरविनट्ठो ॥१६७३॥ (न च सर्वथैव क्षणिकं, ज्ञानं पूर्वोपलब्धस्मरणात् ।
ક્ષો ન મરતિ મૂર્ત, યથા નાનાવિનg: I)
ગાથાર્થ - પૂર્વકાલમાં જોયેલા વિષયનું અનુસ્મરણ થતું હોવાથી જ્ઞાન સર્વથા ક્ષણિક નથી. કારણ કે જે ક્ષણિક હોય છે તે ભૂતકાલીન વિષયનું સ્મરણ કરી શકતું નથી. જેમકે જન્મ થતાં જ નાશ પામનાર પદાર્થ ભૂતનું સ્મરણ કરતો નથી તેમ. ll૧૬૭૭ll
વિવેચન - જ્ઞાન, જ્ઞાનધારા કે જ્ઞાનવાન આત્મા આ સર્વે એકાન્ત ક્ષણિક નથી જ. (પર્યાય અપેક્ષાએ કથંચિ ક્ષણિકતા અવશ્ય છે. પણ સર્વથા પર્યાય પણ જાય અને તેની સાથે સાથે દ્રવ્ય પણ નાશ પામી જાય એવી ક્ષણિકતા જગતમાત્રમાં ક્યાંય નથી.) તેથી કથંચિ ક્ષણિકતા જ્ઞાનમાં, જ્ઞાનધારામાં અને આત્મામાં અવશ્ય છે. પરંતુ એકાન્ત સર્વથા ક્ષણિકતા નથી. વીતરાગ ભગવંતો પણ આમ કહે છે. તેથી સર્વથા ક્ષણિકતાનો જ આ નિષેધ સમજાવેલ છે.
પ્રશ્ન - જ્ઞાન, જ્ઞાનધારા અને જ્ઞાનવાન આત્મા સર્વથા ક્ષણિક નથી. આમ કહો છો તેમાં પ્રમાણ શું? કયા આધારે આ ભાવો સર્વથા ક્ષણિક નથી એમ કહો છો ?
ઉત્તર - પૂર્વકાલમાં અનુભવેલા ભાવો એટલે કે બાલ્યાવસ્થામાં અનુભવેલા ભાવો યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં, તથા યુવાવસ્થામાં અનુભવેલા ભાવો વૃદ્ધાવસ્થામાં પણ સ્મૃતિગોચર થતા જગતમાં દેખાય છે. જો જ્ઞાન અને આત્મા ક્ષણિક જ હોત તો પૂર્વકાલીન જ્ઞાન અને તે જ્ઞાનવાન આત્મા તે કાલે જ નાશ પામી ગયા. વૃદ્ધાવસ્થામાં તો નવું જ્ઞાન અને નવો જ આત્મા આવ્યો. તેને સ્મરણ કેમ ઘટે? કારણ કે જે ક્ષણિક હોય છે તે તો એક સમયમાત્રવર્તી હોવાથી અતીતકાલીન ભાવોનું સ્મરણ કરી શકે જ નહીં. જેમ જન્મ થતાંની સાથે જ જેનું મૃત્યુ થયું છે તે જ્ઞાન કે તે જ્ઞાનવાન આત્મા તેના પૂર્વકાલનું સ્મરણ કરતો નથી તેમ. બાલ્યાવસ્થાનું જ્ઞાન અને તે જ્ઞાનવાન આત્મા જો ક્ષણિક જ ઈચ્છાશે તો ક્ષણમાત્રજીવી રહીને વિનાશ પામવાથી યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં અન્ય જ્ઞાન અને અન્ય આત્મા હોવાથી સ્મરણ કેમ કરી શકે? તેથી જો આત્માને, જ્ઞાનને અને જ્ઞાનધારાને ક્ષણિક માનશો તો વર્તમાન એવા એક ભવમાં પણ પૂર્વ અવસ્થામાં અનુભવેલા વિષયોનું ઉત્તર અવસ્થામાં જે સ્મરણ જણાય છે તેનો અભાવ જ થવાનો પ્રસંગ આવશે. l/૧૬૭૩ો.