________________
ગણધરવાદ
૨૦૨
ત્રીજા ગણધર - વાયુભૂતિ જ્ઞાનને ક્ષણિક માનવામાં બીજાં પણ દૂષણો આવે છે તે સમજાવે છે - जस्सेगमेगबंधणमेगंतेण खणियं य विण्णाणं । सव्वखणियविण्णाणं, तस्साजुत्तं कदाचिदवि ॥१६७४॥ (यस्यैकमेकबन्धनमेकान्तेन क्षणिकं च विज्ञानम् । सर्वक्षणिकविज्ञानं तस्यायुक्तं कदाचिदपि ॥)
ગાથાર્થ - જે બૌદ્ધને એકલું જ્ઞાનમાત્ર જ હોય (એટલે બીજા કોઈની સહાય ન હોય.) વળી એકવિષયવાળું જ હોય અને વળી તે વિજ્ઞાન એકાન્ત ક્ષણિક જ હોય તો તેવા વિજ્ઞાનથી સર્વ પદાર્થોની ક્ષણિકતા જણાય. આ વાત ક્યારેય પણ યોગ્ય નથી. ll૧૬૭૪ll
વિવેચન - બૌદ્ધદર્શનના અનુયાયી લોકો એમ માને છે કે “Uવિજ્ઞાનસત્તતા: સત્ત્વ:' જીવો એકજ્ઞાનધારા સ્વરૂપ છે. એટલે કે એકલા વિજ્ઞાનની પરંપરા એ જ જીવ છે આવું માનનારા તે બૌદ્ધને “સર્વપ વસ્તુ ક્ષણમ્'' સર્વ પણ વસ્તુઓ ક્ષણિક છે. આવું જ્ઞાન ક્યારેય પણ થઈ શકે નહીં. જોકે બૌદ્ધદર્શનકારો તેમના શાસ્ત્રમાં સર્વ પદાર્થોની ક્ષણિકતાનું વિજ્ઞાન થાય એમ ઈચ્છે છે. તેમના શાસ્ત્રમાં આવું વચન છે કે “યત્ સત્ તત્ સર્વ ક્ષણમ્' = આ સંસારમાં જે જે સત્ છે તે તે સર્વે પણ ક્ષણિક છે તથા “ક્ષા : સર્વસંસ્કાર:' સર્વે પણ સંસ્કારો ક્ષણિક છે. આવા પ્રકારનાં તેઓનાં શાસ્ત્રવચનો છે. | સર્વ પદાર્થોની ક્ષણિકતાને જાણનારું જ્ઞાન વિમ્ = એક માન્ય છતે આ વાત સંભવી શકતી નથી. કારણ કે ત્રણે લોકમાં રહેલા ત્રણે કાલના સર્વે પણ પદાર્થો સામે આવીને એકી સાથે સર્વ વિષયોનું એક જ્ઞાન જો ઉત્પન કરતા હોત તો આ જ્ઞાન એમ જાણી શકે કે આ સર્વે પણ પદાર્થો ક્ષણિક છે. પરંતુ સર્વ પદાર્થો સાથે મળીને એક જ્ઞાનને ઉત્પન્ન કરતા જ નથી. કારણ કે કોઈપણ જ્ઞાન “ઇનિવશ્વન' એક જ વિષયવાળું હોય છે. સર્વ વિષયોવાળું જ્ઞાન આ જીવને થતું જ નથી. કોઈ પણ વિજ્ઞાન ઘટ અથવા પટ એમ એક પ્રતિનિયત વિષયવાળું જ થાય છે. આ કારણથી એકલું જ્ઞાન અને તે પણ માત્ર એક જ વિષયવાળું જ્ઞાન સર્વ પદાર્થોમાં રહેલી ક્ષણિકતાને કેવી રીતે જાણી શકે ?
એક જ્ઞાન કોઈપણ એક જ વિષયના આલબનવાનું છે. તેથી જુદા જુદા સર્વ પદાર્થોના વિષયોવાળાં જ્ઞાનો પણ જો એકી સાથે ઉત્પન્ન થતાં હોત અને તે સર્વ જ્ઞાનોનું અનુસ્મરણ કરનાર એક આત્મા હોત તો તો સર્વ પદાર્થોની ક્ષણિકતાને તે એકી સાથે ઉત્પન્ન થયેલાં જ્ઞાનો જાણી શકત. પરંતુ તમારા મતે આવું બનતું નથી. કારણ કે સર્વે