________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
૪૮૩
તથા નારકીના જીવોમાં (૧) છેદન-શરીરને છેદવું, (૨) ભેદન-શરીરને ભેદવું (ચીરવું), (૩) પાચન (અગ્નિમાં શેકાવું), (૪) દહન (અગ્નિમાં બાળવું), (૫) દંભન (દબાવવું-પીસવું), (૬) વજકંટકાન્હાલન = વજના શસ્ત્ર જેવા કાંટાઓ ઉપર આસ્ફાલન કરવું અને (૭) પત્થરોની શિલા ઉપર શરીરનું આસ્ફાલન કરવું (શિલા સાથે શરીરને જોરથી અથડાવું). આવાં આવાં તીવ્ર દુઃખો જે દેખાય છે અને શાસ્ત્રોમાં વર્ણવેલાં છે. તેવાં તેવાં તીવ્ર દુઃખો દુઃખી એવા પણ તિર્યચ-મનુષ્યોમાં દેખાતાં નથી.
આ રીતે તિર્યંચ-મનુષ્યોમાં પ્રકાશ-વૃક્ષછાયા-શીતળ પવન, નદી, સરોવર, કૂપાદિના જલની પ્રાપ્તિવાળું સુખ છે. માટે પણ અતિશય દુઃખ નથી અને નારકીના જીવો જેવું છેદનભેદન-પાચન-દહન-દંભનાદિ ઉત્કૃષ્ટ દુઃખ નથી. માટે પણ તીવ્ર પાપોદયવાળું દુઃખ તિર્યંચમનુષ્યમાં સંભવતું નથી. તેથી આવા તીવ્ર પાપના ઉદયવાળા અને આના જ કારણે અતિશય દુઃખી નારકી નામના જીવો છે. આ પ્રમાણે પૂર્વે સમજાવેલી નીતિ-રીતિ મુજબ નારકીના જીવો છે આમ સ્વીકારવું જોઈએ. આગમશાસ્ત્રોમાં કહેલી ગાથાઓના અર્થ પણ આ જ પ્રમાણે સમજવા જોઈએ. તે આ પ્રમાણે -
सततमनुबद्धमुक्तं दुःखं नरकेषु तीव्रपरिणामम् । તિર્થસૂચ્છ-ભય-ક્ષgવાવુિં સુવું વાન્યમ્ II II
નારકીના જીવોમાં તીવ્ર પરિણામવાળું નિરંતર જોડાયેલું દુઃખ જ કહેલું છે. જ્યારે તિર્યચોમાં ગરમીનું-ભયનું-ભૂખનું અને તૃષાનું દુઃખ કહેલું છે. પરંતુ પ્રકાશાદિનું અલ્પ સુખ પણ કહેલું છે. (એકલું કેવળ દુઃખ જ હોય આમ બનતું નથી.)
सुखदुःखे मनुजानां, मनःशरीराश्रये बहुविकल्पे । सुखमेव तु देवानामल्पं दुःखं तु मनसि भवम् ॥२॥
મનુષ્યોને મન અને શરીરના સંબંધવાળું ઘણા ભેદોવાળું દુઃખ અને સુખ બને હોય છે. જ્યારે દેવોને વધારે સુખ જ હોય છે. ફક્ત મનમાં થયેલું (અસંતોષ-ઈર્ષ્યા આદિનું) અલ્પ દુઃખ હોય છે.
આ રીતે વિચારતાં તીવ્રપાપના ઉદયવાળા અતિશય દુઃખી એવા નારકી જીવો આ સંસારમાં છે. આ અનુમાનથી સમજાવ્યું. ૧૮૯૮-૧૯૦૭ll.
પૂર્વે અનેક વાર કહેલાં અનુમાનોથી પણ “નારકીના જીવો છે” આ પ્રમાણે છે અકંપિત ! તમે સ્વીકારો. તે જણાવે છે -