________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૬૧
जुगवं कमेण, वा ते, विण्णाणं होज दीहहस्सेसु । जइ जुगवं कावेक्खा, कमेण पुव्वम्मि काऽवेक्खा ॥१७१०॥ आइमविण्णाणं वा जं बालस्सेह तस्स काऽवेक्खा । तुल्लेसु व कावेक्खा, परोप्परं लोयणदुगेव्व ॥१७११॥ (युगपत् क्रमेण वा ते विज्ञानं भवेत् दीर्घहस्वयोः । यदि युगपत्काऽपेक्षा, क्रमेण पूर्वस्मिन् काऽपेक्षा ॥ आदिमविज्ञानं वा, यद् बालस्येह तस्य काऽपेक्षा । तुल्ययोर्वा काऽपेक्षा, परस्परं लोचनद्विक इव ॥)
ગાથાર્થ - દીર્ઘ અને હૃસ્વત્વને વિષે થતું જે જ્ઞાન છે, તે તમારા મત પ્રમાણે શું યુગપત્ થાય છે ? કે ક્રમેણ થાય છે ? જો બને જ્ઞાન યુગપ થાય છે તો અપેક્ષા ક્યાં રહી ? અને જો એકજ્ઞાન પૂર્વકાલમાં થાય છે. તો પણ પાછળ અપેક્ષા ક્યાં રહી? અથવા નવા જન્મેલા બાળકને જે વિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને અપેક્ષા ક્યાં છે ? અથવા સમાનપરિમાણ વાળી બે વસ્તુને જોવામાં બે લોચનની જેમ અપેક્ષા ક્યાં છે ?
વિવેચન - “આ જગત સર્વથા શુન્ય જ છે” આવું માનનારા શૂન્યવાદી વ્યક્તપંડિતને વધારે વધારે સમજાવતા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે કે – મધ્યમા નામની જે અંગુલી અને પ્રદેશિની નામની જે અંગુલી, આ બન્નેની વચ્ચે પોતપોતાના આકારને જણાવનારું દીર્ઘત્વનું અને હૃસ્વત્વનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન શું એકીસાથે થાય છે ? કે અનુક્રમે થાય છે ? જો આ દીર્ઘત્વ અને હૃસ્વત્વનાં બને જ્ઞાનો એકીસાથે જ થતાં હોય તો પરની અપેક્ષા રાખ્યા વિના જ પોતપોતાનો (હૂર્વમાં હૃસ્વત્વનો અને દીર્ઘમાં દીર્ઘત્વનો) બોધ કરાવનારાં તે બને જ્ઞાનમાં એકીસાથે જ બન્નેનો બોધ થયેલ હોવાથી કોને કોની અપેક્ષા કહેવાશે ? જેમ સાથે ઉત્પન્ન થતા ડાબા-જમણા છંગમાં કોઈને કોઈની અપેક્ષા નથી. તેમ સાથે ઉત્પન્ન થતા બે જ્ઞાનોમાં એક જ્ઞાનને બીજા જ્ઞાનની અપેક્ષા સંભવતી નથી.
- હવે જો એમ કહો કે મેT = હૃસ્વત્વ અને દીર્ઘત્વનું જ્ઞાન અનુક્રમે થાય છે. તો આ બન્ને જ્ઞાનોમાં જે જ્ઞાન પહેલું થાય, તેણે તો બીજા જ્ઞાનની અપેક્ષા રાખી જ નહીં. કારણ કે તે કાલે બીજું જ્ઞાન ઉત્પન થયું જ નથી. તથા તેની પછી પાછળ ઉત્પન થતું બીજું જ્ઞાન પણ પ્રથમ જ્ઞાનની જેમ જ પરજ્ઞાનની અપેક્ષા રાખ્યા વિના જ ઉત્પન થશે. તેમાં હવે પરની અપેક્ષાની જરૂર જ નથી. જેમકે પ્રદેશિની નામની અંગુલીનું જે હૃસ્વત્વનું