________________
૨૬૨
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
જ્ઞાન છે. તે ધારો કે પ્રથમ ઉત્પન્ન થયું કે “આ પ્રદેશિની અંગુલી હૃસ્વ છે.” હવે આ જ્ઞાન જ્યારે પ્રથમ ઉત્પન્ન થયું ત્યારે “મધ્યમાં દીર્ઘ છે” આ જ્ઞાન ઉત્પન્ન થયું જ નથી. તેથી તેની અપેક્ષા રાખવાની રહેતી જ નથી. માટે પરની અપેક્ષા વિના જ પ્રદેશિની અંગુલીનું હૃસ્વત્વ પહેલાં ગ્રહણ થઈ ચુક્યું હોવાથી ઉત્તરકાલે થનારા મધ્યમાં અંગુલિનીના દીર્ઘત્વના જ્ઞાનની અપેક્ષા કેમ હોય ? અર્થાત્ અપેક્ષા ન જ હોય, તેવી જ રીતે પ્રથમ જ્ઞાન જેમ નિરપેક્ષપણે થયું. તેવી જ રીતે ઉત્તરકાલે થનારું મધ્યમાં અંગુલીનું દીર્ઘત્વનું જ્ઞાન પણ નિરપેક્ષપણે જ થઈ શકશે.
આ રીતે ચક્ષુપ્રકાશ આદિ જ્ઞાનજનન સામગ્રી પ્રાપ્ત થયે છતે પારદ્રવ્યની કે તર્ગતધર્મની અપેક્ષા રાખ્યા વિના જ પોતાનામાં જે સ્વરૂપ છે. તે સ્વરૂપનો અન્યના સ્વરૂપથી ભિન્નપણે પ્રતિભાસ થતો હોવાથી સર્વે પણ ભાવોનું જ્ઞાન પોતપોતાની રીતે સ્વયં જ થાય છે. તેથી સર્વે પણ ભાવોની સ્વતઃ જ સિદ્ધિ છે. જગદ્ગત ભાવો સ્વયં છે. તેનું અસ્તિત્વ પણ સ્વયં છે તથા તેમાં રહેલા હૃસ્વત્વ-દીર્ઘત્વ આદિ અનંત ધર્મો પણ તેની અંદર સ્વતઃ જ છે. માત્ર તેની અભિવ્યક્તિ કરવામાં પરની અપેક્ષા હોય છે. જેમ નવા શરાવલામાં માટી દ્રવ્ય હોવાથી ગંધ સ્વયં છે જ. ફક્ત તેની અભિવ્યક્તિ પાણી દ્વારા થાય છે તેમ સર્વત્ર સમજવું.
અથવા જો કોઈપણ જ્ઞાન પરની અપેક્ષાએ જ થાય છે આમ કહીશું તો નવા જન્મેલા બાળકને આંખો ખોલતાંની સાથે જ પ્રથમ ક્ષણે જે વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે વિજ્ઞાનની ઉત્પત્તિમાં તમે કોની અપેક્ષા સ્વીકારશો ? આગલા સમયે નેત્ર જ ખુલ્યાં ન હતાં, જેથી કોઈ અપેક્ષા રાખી શકાય તેવું જ્ઞાન જ ન હતું. માટે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન પદાર્થ અને ઈન્દ્રિયના સંયોગથી જ થાય છે. તેમાં પૂર્વાપર જ્ઞાનની અપેક્ષા નથી. માટે હુસ્વત્વ અને દીર્ઘત્વનું જ્ઞાન પણ પદાર્થ સ્વયં સત્ છે તો જ થાય છે અને પદાર્થમાં હસ્વત્વ-દીર્ઘત્વાદિ ધર્મો પણ સત્ છે. માટે જ થાય છે. કેવલ એકલા પરાપેક્ષિત નથી.
અથવા જે બે વસ્તુમાં એક હ્રસ્વ અને બીજી દીર્ઘ આવું નથી. પરંતુ પરસ્પર બને વસ્તુ તુલ્ય છે તે બન્ને વસ્તુઓ જેટલી લાંબી-પહોળી છે અર્થાત્ જે સ્વરૂપવાળી છે તે સ્વરૂપે જ એકીસાથે પોતાના સ્વરૂપને જણાવનારા જ્ઞાન વડે ગ્રહણ કરાઈ છતી કહો કોણ કોની અપેક્ષા રાખે છે ? બન્ને સમાન સ્વરૂપવાળી હોવાથી કોઈ કોઈની અપેક્ષા રાખતું નથી. પરંતુ પદાર્થ પોતે સ્વયં તેવો છે. પોતાનામાં ધર્મો પણ સ્વયં છે જ. માત્ર તે ધર્મોનો પ્રતિભાસ થવામાં પરની અપેક્ષા હોય છે. પરંતુ ધર્મો સ્વયં અસત્ છે અને પરની અપેક્ષાથી જણાય છે આમ નથી. જેમ સામે ઉભેલી પર વ્યક્તિનાં બન્ને નેત્રયુગલ આપણને એકીસાથે