________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૬૩
દેખાય છે. જેવા આકારનાં છે, જેટલાં લાંબા, પહોળાં છે તેવા આકારનાં અને તેવાં લાંબાપહોળા દેખાય છે. તેમાં પ્રથમ નેત્રને બીજા નેત્રની અને બીજા નેત્રને પ્રથમ નેત્રની અપેક્ષા રહેતી નથી. તેમ સર્વત્ર સમજવું. સર્વે પણ વસ્તુઓ પોતાના સ્વરૂપે સત્ છે.
ઉપર કરેલી ઘણી લાંબી ચર્ચાથી મધ્યમા અંગુલી કે પ્રદેશિની અંગુલી વગેરે પદાર્થોનું પોતાનાપણે જે સ્વરૂપ છે તે સ્વરૂપ અન્યની અપેક્ષાએ નથી પણ સ્વતઃ તે પદાર્થોનું સ્વરૂપ છે જ. તથા આ મધ્યમા છે, આ પ્રદેશિની છે, આ કનિષ્ઠા અંગુલી છે,
આ ઘટ છે, આ પટ છે ઈત્યાદિ સ્વરૂપે પોતાનો પ્રતિભાસ કરાવનારા જ્ઞાન વડે ગ્રહણ કરાતા અને તે સ્વરૂપે પદાર્થોનું અસ્તિત્વ જાણવામાં પરની બીલકુલ અપેક્ષા નહી રાખનારા એવા તે તે પદાર્થો છે. પદાર્થોનું પોતાનું અસ્તિત્વ સ્વરૂપ સ્વયં છે, પરાપેક્ષિત નથી. આ તે તે પદાર્થો છે આમ જાણ્યા પછી ઉત્તરકાલમાં તેના સ્વરૂપને વિશેષે વિશેષે જાણવાની જિજ્ઞાસા થયે છતે તે તે પદાર્થોના પ્રતિપક્ષી પદાર્થોનું સ્મરણ આદિ થવાથી, તે તે સહકારી એવાં બીજા કારણોના વશથી દીર્ઘત્વ અને હ્સ્વત્વ આદિ ગુણધર્મો અંદર જે રહેલા છે તેનો વ્યવહારમાત્ર પરની અપેક્ષાએ પ્રવર્તે છે.
આ રીતે પદાર્થો પોતે સ્વયં અનાદિના સત્ છે જ, તેમાં હૂસ્વત્વ આદિ અનંત ધર્મો પણ સ્વતઃ સિદ્ધ અને સત્ છે જ. માત્ર તેનો તેનો બોધ કરવામાં પરની અપેક્ષા હોય છે. પરંતુ વસ્તુઓ સર્વથા નથી જ, શૂન્યતા જ છે અને પરાપેક્ષિત જ વ્યવહાર થાય છે. આવું જગતનું સ્વરૂપ નથી. આ વાત કંઈક સૂક્ષ્મબુદ્ધિથી સમજવી. ૧૭૧૦-૧૭૧૧/ किं हस्साओ दीहे, दीहाओ चेव किं न दीहं ति ।
कीस व न खपुप्फाओ, किं न खपुप्फे खपुप्फाओ ? ॥१७१२॥
(किं ह्रस्वाद् दीर्घे, दीर्घादेव किं न दीर्घमिति ।
कस्माद् वा न खपुष्पात् किं न खपुष्पे खपुष्पात् ? ॥ )
ગાથાર્થ - જો સર્વથા શૂન્યતા જ છે. તો પછી દીર્ઘપદાર્થમાં માત્ર હ્રસ્વપદાર્થથી જ દીર્ઘતા કેમ જણાય છે. દીર્ઘપદાર્થથી પણ દીર્ઘતા કેમ જણાતી નથી ? અથવા આકાશપુષ્પાદિથી (અસત્ પદાર્થોથી) હ્રસ્વ-દીર્ઘતા કેમ જણાતી નથી ? તથા આકાશપુષ્પથી આકાશપુષ્પમાં પણ હ્રસ્વ-દીર્ઘતા કેમ જણાતી નથી ? ।।૧૭૧૨
વિવેચન - આ સંસારમાં જો સર્વ શૂન્યતા જ છે. અને પાંચ ભૂતો છે જ નહીં. તથા કોઈપણ પદાર્થ નથી જ, બધું જ અસત્ છે. જો ખરેખર આમ જ હોય તો મધ્યમા