________________
૨૬૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
અંગુલી, પ્રદેશિની અંગુલી અને કનિષ્ઠા અંગુલી વગેરે પદાર્થો પણ નથી જ. અર્થાત્ તે અંગુલીઓ પણ શૂન્યાત્મક જ છે. આવો જ અર્થ થશે. હવે બધી જ અંગુલીઓ શૂન્યાત્મક જ હોય, અસત્ જ હોય, તો હ્રસ્વ એવી પ્રદેશિની વગેરે અંગુલીઓથી જ (એટલે કે પ્રદેશિની અને કનિષ્ઠા અંગુલીની જ અપેક્ષાએ) દીર્ઘ એવી મધ્યમા અંગુલીમાં દીર્ઘજ્ઞાનના અભિધાનનો વ્યવહાર કેમ થાય છે ? ધારો કે ૩ અંગુલી છે. પહેલી હૃસ્વ છે, બીજી દીર્ઘ છે અને ત્રીજી દીર્ઘતર (વધારે દીર્ઘ) છે. તો ત્યાં તમારા મતે તો તે ત્રણે આંગળી શૂન્યાત્મક જ છે. અસત્ (અવિદ્યમાન) જ છે. માટે બે નંબરની આંગળી, જેમ હૃસ્વ એવી એક નંબરની આંગળીની અપેક્ષાએ દીર્ધ કહેવાય છે. તેવી જ રીતે તે બે નંબરની આંગળી દીર્ઘતર એવી ત્રણ નંબરની આંગળીની અપેક્ષાએ પણ દીર્ઘ કેમ નથી કહેવાતી ? જેમ પ્રથમ નંબરની હ્રસ્વ આંગળી અસત્ છે તેમ ત્રણ નંબરની દીર્ઘતર આંગળી પણ તમારા મતે તો અસત્ છે. બન્ને આંગળીઓમાં અસત્પણું એકસરખું સમાન જ છે. માટે હૃસ્વ પ્રદેશિની અંગુલીની અપેક્ષાએ જેમ દીર્ઘ એવી મધ્યમા નામની બે નંબરની અંગુલીમાં દીર્ઘપણાનું જ્ઞાન અને દીર્ઘપણાનો વ્યવહાર થાય છે, તેમ ત્રણ નંબરની અંગુલીની અપેક્ષાએ પણ “દીર્ઘ” પણાનું જ્ઞાન અને તેવો દીર્ઘપણાનો અભિધાન વ્યવહાર કેમ થતો નથી ? થવો જોઈએ.
જેમ પ્રથમ હ્રસ્વ નંબરની અંગુલી અસત્ છે અર્થાત્ શુન્ય જ છે. કંઈ છે જ નહીં તો પણ તેની અપેક્ષાએ બે નંબરની આંગળી દીર્ઘ કહેવાય છે. તો તેની જેમ ત્રણ નંબરની આંગલી પણ અસત્ જ છે, શુન્ય જ છે. તો તેની અપેક્ષાએ પણ બે નંબરની આંગળી દીર્ઘ કહેવરાવવી જોઈએ. પ્રથમ અને તૃતીય એમ બન્ને અંગુલીમાં અસત્પણું એકસરખું જ છે.
આવી જ રીતે “વિ વીમો હસે, સી ચેવ વિં હíતિ” ત્રણ નંબરની અતિશય દીર્ઘ અંગુલીની અપેક્ષાએ બે નંબરની અંગુલીમાં જેમ હૃસ્વપણાનો વ્યવહાર અને હૃસ્વપણાનું જ્ઞાન થાય છે. તેવી જ રીતે તે જ બે નંબરની અંગુલીમાં હ્રસ્વ કહેવાતી એવી એક નંબરની અંગુલીની અપેક્ષાએ હુસ્વપણું કેમ કહેવાતું નથી ? જેમ ત્રણ નંબરની અંગુલી શૂન્યાત્મક છે, અસત્ છે તેમ એક નંબરની અંગુલી પણ શૂન્યાત્મક જ છે અને અસત્ છે. બન્નેમાં અસત્પણું અવિશેષ (સમાન) જ છે. તેથી ત્રણ નંબરની અપેક્ષા અને એક નંબરની અપેક્ષા સમાન જ છે. માટે ત્રણ નંબરની અપેક્ષાએ જેમ હૃસ્વત બે નંબરમાં છે, તેમ એક નંબરની અપેક્ષાએ પણ હવત બે નંબરમાં હોવું જોઈએ.
વળી “મિતિ વ રઘપુષ્કા તીર્થે દૂર્વે વા તજ્ઞાનામધા-વ્યવતિર્વિથી ?”