________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૬૫
=
તમે સર્વથા શૂન્યતા જ છે આમ માન્યું હોવાથી પ્રથમ અંગુલી અને તૃતીય અંગુલી અસત્ છે. છતાં તે બન્નેની અપેક્ષાએ બે નંબરની અંગુલીમાં અનુક્રમે દીર્ઘત્વ અને હૃસ્વત્વ છે આમ કહો છો. તો પછી તેવી જ રીતે સર્વથા અસત્ તરીકે પંકાયેલા એવા આકાશપુષ્પખરશૃંગ અને વન્ધાપુત્રાદિની અપેક્ષાએ પણ તે બે નંબરની અંગુલીમાં પ્રથમ અંગુલીની અપેક્ષાની જેમ દીર્ઘત્વ પણ હોવું જોઈએ અને તૃતીય અંગુલીની અપેક્ષાની જેમ આકાશ પુષ્પાદિની અપેક્ષાએ હૃસ્વત્વ પણ હોવું જોઈએ. તે કેમ ક્યાંય કહેતા નથી ? પ્રથમઅંગુલી અને તૃતીય અંગુલી જેમ અસત્ છે તેમ આકાશ-પુષ્પાદિ પણ સર્વથા અસત્ જ છે. તેથી ૧ અને ૩ નંબરની અંગુલી અસત્ હોવા છતાં તેની અપેક્ષાએ દીર્ઘત્વ-હૃસ્વત્વ કહો છો તો તે બન્નેની જેમ આકાશપુષ્પાદિ ઈતર અસદ્ વસ્તુથી પણ દીર્ઘત્વ-હૃસ્વત્વ કહેવું જોઈએ. પરંતુ આવા પ્રકારનું દીર્ઘત્વ અને હૃસ્વત્વ કહેવાતું નથી. તેથી આકાશ-પુષ્પાદિ જેવાં અસત્ છે તેવી અંગુલિઓ અસત્ નથી પણ સત્ છે.
વળી ‘‘અમત્ત્વાવિશેષત एव किमिति खपुष्पात् खपुष्प एव ह्रस्वदीर्घज्ञानादिव्यवहारो ન પ્રવર્તતે ?'' તમે આ જગત સર્વથા શૂન્ય છે, કંઈ જ નથી એમ માનો છો. એટલે આકાશપુષ્પાદિ વસ્તુઓ જેમ અસત્ છે તેમ બધું જગત અસત્ છે. તેથી પહેલી-બીજી અને ત્રીજી અંગુલી પણ અસત્ છે. હવે જો ત્રણે આંગળીઓ અસત્ જ હોય તો અસત્ એવી પહેલી અને ત્રીજી અંગુલીની અપેક્ષાએ અસત્ એવી બીજી અંગુલીમાં હ્રસ્વત્ય અને દીર્ઘત્વનો વ્યવહાર થાય છે. તેવી જ રીતે અસત્ એવા આકાશપુષ્પની અપેક્ષાએ અસત્ એવા બીજા આકાશપુષ્પાદિમાં પણ હ્રસ્વ અને દીર્ઘનો વ્યવહાર થવો જોઈએ. આ આકાશપુષ્પથી આ આકાશપુષ્પ હ્રસ્વ છે અને પેલા આકાશપુષ્પથી આ આકાશપુષ્પ દીર્ઘ છે. આવો વ્યવહાર પણ થવો જોઈએ. તો તેવો વ્યવહાર ત્યાં કેમ થતો નથી ? અસત્પણું તો અંગુલીમાં અને આકાશપુષ્પમાં સરખું જ છે. તમારા મત પ્રમાણે તો બન્નેનું અસત્ત્વ સરખું જ છે.
ઉપરની ચર્ચા બરાબર ધ્યાનપૂર્વક સાંભળતાં અને સમજતાં આ પ્રમાણે અવશ્ય જણાય જ છે કે આકાશપુષ્પાદિ સર્વથા જેવા અસત્ છે તેવી અંગુલીઓ (અને આખુંય આ જગત) સર્વથા અસત્ નથી. માટે જગતમાં રહેલા સર્વે ભાવો (અંગુલી વગેરે વસ્તુઓ) અસત્ નથી પણ સત્ છે. તેથી જગતની શૂન્યતા નથી. ૧૭૧૨
किंवाऽविक्खाए चिय, होज्ज मई वा सभाव एवायं । सो भावोत्ति सभावो, वंझापुत्ते न सो जुत्तो ॥१७१३॥