________________
૪૨
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
એવા સંઘાતસ્વરૂપ નથી. માટે તેનો સ્વામી કોઈ હોતો નથી. આ રીતે શરીરાદિનો સ્વામી જીવ છે. આ વાત આ ગાથામાં સિદ્ધ કરી છે. ૧૫૬૯॥
પ્રશ્ન - ઉપરોક્ત અનુમાનોથી તો શરીરાદિનો કર્તા, ભોક્તા આદિ અવશ્ય સિદ્ધ થાય છે. પરંતુ તે કર્માદિ ભાવવાળો જીવ જ હોય છે એમ સિદ્ધ થતું નથી. તથા ભોજનાદિનો ભોક્તા પુરુષ છે. ઘટાદિનો કર્તા કુલાલ છે ઈત્યાદિનાં દૃષ્ટાન્ત આપીને શરીરાદિના ભોક્તા અને કર્તા તરીકે જીવની સિદ્ધિ કરો છો તો પુરુષ અને કુલાલાદિ તો મૂર્ત છે (રૂપી છે) પુદ્ગલના શરીરની સાથે સંઘાતાત્મક છે અને જન્મ-મરણાદિ પામનાર હોવાથી અનિત્ય છે. તેના ઉદાહરણથી સિદ્ધ કરાતો આત્મા પણ મૂર્ત, સંઘાતાત્મક અને અનિત્ય સિદ્ધ થશે અને તમારા મતે તો આત્મા અમૂર્ત, અશરીરી અને નિત્ય છે તેથી ઈષ્ટથી વિરુદ્ધ સાધ્ય સિદ્ધ થઈ જશે. આવા પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે કે -
जो कत्ताइ स जीवो, सज्झविरुद्ध त्ति ते मई होज्जा । મુત્તાપસંગો, તં નો સંસારનો હોસો ॥૭॥
( यः कर्त्रादिः स जीवः साध्यविरुद्ध इति तव मतिर्भवेत् । मूर्तादिप्रसङ्गात्, तन्न संसारिणो दोषः ॥ )
ગાથાર્થ - શરીરાદિનો જે કર્તા છે તે જીવ છે. તમારા મનમાં કદાચ એવી મતિ થાય કે “આત્મા” જેવો સિદ્ધ કરવો છે. તેનાથી વિરુદ્ધ સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. કારણ કે આત્મા છે અમૂર્તાદિ ભાવવાળો, અને ઉપરના અનુમાનોથી તો મૂદ માનવાનો પ્રસંગ આવે છે. તો સંસારી જીવમાં તે દોષરૂપ બનતું નથી. ૧૫૭૦થી
વિવેચન ઉપર કહેલી ૧૫૬૭-૧૫૬૮-૧૫૬૯ ગાથામાં શરીરાદિના કર્તાઅધિષ્ઠાતા, આદાતા, ભોક્તા અને સ્વામી તરીકે અનુમાન દ્વારા જેની સિદ્ધિ કરવામાં આવી છે, તે કર્દાદિભાવવાળો જીવ છે. બીજો કોઈ પદાર્થ શરીરાદિનો કર્તા-ભોક્તા નથી. પ્રશ્ન - શરીરાદિનો કર્તા-ભોક્તા જીવ છે એમ ન માનીએ અને ઈશ્વર-અદૃષ્ટ-આદિ બીજા કોઈ કર્તા-ભોક્તા છે એમ માનીએ તો શું ન ચાલે ? તેનો કર્તા-ભોક્તા આત્મા જ છે એમ કેમ ?
ઉત્તર - દેહાદિનો કર્તા-ભોક્તા આત્મા સિવાય અન્ય એવા ઈશ્વરાદિને માનવું તે યુક્તિયુક્ત ન હોવાથી (અર્થાત્ તર્કથી બરાબર સંગતિ થતી નથી માટે) તેઓમાં કર્તૃત્વ