________________
૪૩
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ભોક્નત્વ આદિ સંભવતાં નથી, માટે આત્મા જ કર્તા-ભોક્તા છે. જો શરીરાદિનો કર્તાભોક્તા ઈશ્વર માનીએ તો ઈશ્વર એટલે ભગવાન, તે ભગવાન તો સર્વશક્તિ સંપન્ન હોવાથી રોગી-નીરોગીપણે, રાજા-રંકપણે, સ્ત્રી-પુરુષપણે, રૂપાળાપણે અને કરૂપાપણે આમ ચિત્ર-વિચિત્ર શરીરાદિ શું કામ બનાવે ? વળી શરીરના બંધનથી અનેક બંધનો આવે, આવી જીવોને બંધનોમાં જકડવાપણાની ઈશ્વરને શું જરૂર? લોકો દુઃખી હોય ત્યારે દુઃખો દૂર કરવાની વિનંતિ ઈશ્વરને કરે, તે જ ઈશ્વર દુઃખી શરીરો બનાવે -આ વાત બરાબર નથી. તેથી શરીરાદિનો કર્તા ઈશ્વરાદિ નથી, પરંતુ આત્મા જ કર્તા છે. તે આત્મા કર્માધીન હોવાથી ચિત્ર-વિચિત્ર શરીરાદિ બનાવે છે.
પ્રશ્ન - ધારો કે શરીરાદિનો કર્તા-ભોક્તા-અધિષ્ઠાતા આદિ ધર્મવાળો “આ આત્મા છે” પણ ઈશ્વરાદિ નથી. એમ માનીએ તો બીજો દોષ આવશે કે જૈનદર્શનના મતે આત્મા તો અમૂર્ત છે, અશરીરી છે, નિત્ય છે અને ઉપરોક્ત પાંચે અનુમાનોમાં કુલાલ-વણકરલુહાર આદિનાં ઉદાહરણો આપીને તેના જેવો શરીરાદિનો કર્તા-ભોક્તા તરીકે જીવ સિદ્ધ કરાય છે. ત્યાં કુલાલ-વણકર-લુહારાદિ તો મૂર્ત છે (રૂપી છે), શરીરવાળા છે, પુગલના પિંડની સાથે વણાયેલા છે. જન્મ-મરણાદિ અને બાલ્ય-યુવા-વૃદ્ધત્વાદિ ધર્મવાળા હોવાથી અનિત્ય છે. હવે તેના જેવો આત્મા સિદ્ધ કરશો તો આત્મા પણ મૂર્ત-સંઘાતરૂપ અને અનિત્ય જ સિદ્ધ થશે. જૈનદર્શનના મતે આત્મા જેવો માનેલો છે તેના કરતાં વિરુદ્ધ આત્મા સિદ્ધ થશે. જેવું સાધ્ય સાધવું છે તેનાથી વિરુદ્ધ સાધ્યને સાધનારા આ હેતુઓ હોવાથી આ વિરુદ્ધ હેત્વાભાસ કહેવાશે. કારણ કે ઘટ-પટ આદિ કાર્યોના કર્તા સ્વરૂપ કુલાલાદિ તો મૂર્તિમાન, પુગલના સંઘાતસ્વરૂપ અને અનિત્યાદિ સ્વભાવવાળા આ સંસારમાં જોયેલા છે તેથી આ જીવ પણ તેવો જ સિદ્ધ થશે અને આપને તો (જૈનદર્શનના મતને અનુસારે) તેનાથી વિપરીત સાધવાની ઈચ્છા છે. આ રીતે ઉપરોક્ત સર્વે હેતુઓ ઈષ્ટસાધ્ય કરતાં વિપરીત સાધ્યને સાધનાર હોવાથી વિરુદ્ધ હેત્વાભાસ થશે.
ઉત્તર - તમારી વાત અયુક્ત હોવાથી બરાબર નથી. કારણ કે અમે ઉપરોક્ત અનુમાન દ્વારા જે જીવતત્ત્વની સિદ્ધિ સમજાવી રહ્યા છીએ, તે સંસારી કર્મવાળા જીવતત્ત્વની સિદ્ધિ અમને ઈષ્ટ છે, તેથી આ બાબતમાં કોઈ દોષ લાગતો નથી. કારણ કે મુક્તિમાં ગયેલા, કર્મ વિનાના બનેલા, કેવળ એકલા જે આત્માઓ છે તે જ અમૂર્ત, અશરીરી અને દ્રવ્યરૂપે સદા નિત્ય છે. તેની વાત હાલ સમજાવતા નથી. પરંતુ આઠ પ્રકારના કર્મના પુદ્ગલોના સમૂહથી જે જીવો વીંટળાયેલા છે અને આ કર્મસમૂહના ઉદયને કારણે જ જે સશરીરી છે તે જીવો કથંચિત્ મૂર્ત પણ છે. પર્યાય અપેક્ષાએ કથંચિત્ અનિત્ય પણ છે.