________________
४४ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ તેવા જીવની જ અમે સિદ્ધિ સમજાવીએ છીએ. માટે આ બાબતમાં અમને કોઈ દોષ લાગતો નથી. ll૧૫૭ll
अथिच्चिय ते जीवो संसयओ सोम्म ! थाणु पुरिसोव्व । जं संदिद्धं गोयम, तं तत्थन्नत्थ वत्थि धुवं ॥१५७१॥ (अस्त्येव तव जीवः, संशयतः सौम्य ! स्थाणुपुरुषवत् ।
यत्सन्दिग्धं गौतम ! तत्तत्रान्यत्र वास्ति ध्रुवम् ॥)
ગાથાર્થ - હે ગૌતમ ! તમને જીવને વિષે સંદેહ હોવાથી સ્થાણુ-પુરુષની જેમ તે જીવ છે જ. જેનો જેનો સંદેહ થાય છે તે વસ્તુ ત્યાં અથવા અન્યત્ર પણ અવશ્ય હોય જ છે. ll૧૫૭૧//
વિવેચન - ઉપર કહેલાં પાંચ અનુમાનપ્રમાણ ઉપરાંત આ ગાથામાં હવે આત્માની સિદ્ધિ કરનારું છઠ્ઠું અનુમાનપ્રમાણ સમજાવે છે - હે ગૌતમ ! “જીવ છે કે નહીં?” આવા પ્રકારનો સંશય તમને હોવાથી તે આત્મા અવશ્ય છે જ. કારણ કે જે જે પદાર્થને વિષે શંકા થાય છે તે તે પદાર્થ આ સંસારમાં (ત્યાં અથવા અન્યત્ર) અવશ્ય હોય જ છે. જેમકે દૂરથી જંગલમાં ઉંચા ઉભેલા સુકા વૃક્ષને (સ્થાણુને) જોઈને “શું આ સ્થાણુ છે કે પુરુષ છે ?” આવી શંકા થાય છે. ત્યાં સ્થાણુ પણ આ સંસારમાં છે અને પુરુષ પણ આ સંસારમાં છે. તો જ આ બન્નેની વચ્ચેના સમાન ધર્મ માત્ર દેખાવાથી અને એક-એકના વિશેષ ધર્મો ન દેખાવાથી આ સંશય થાય છે. તમને જીવને વિષે સંશય થયો છે તેથી આ સંસારમાં જીવ પણ અવશ્ય છે જ.
દૂર દૂર ક્ષેત્રમાં એક સુકાયેલું વૃક્ષ (સ્થાણુ = ઠુંઠું) ઉભું છે. તેને બે મોટી જમણીડાબી શાખા છે. એક ઉંચે ગયેલી અને કંઈક સ્થૂલ શાખા છે. આ જોઈને સ્થાણુ અને પુરુષ એમ બન્નેમાં સંભવતા સામાન્ય ધર્મો જોઈને આ શંકા થાય છે. સ્થાણુ પણ ઊર્ધ્વતારોહવાળું (ઉંચું ઉંચું) હોય છે અને પુરુષ પણ તેવો ઉંચો ઉંચો હોય છે તથા પરિણાહ (ગોળ ગોળ આકારવિશેષ) વૃક્ષમાં પણ થડ આદિ ભાગોમાં હોય છે અને પુરુષમાં પણ ઉદર આદિ ભાગોમાં પણ હોય છે તથા આદિ શબ્દથી વૃક્ષને પણ લાંબી લાંબી બે શાખા હોઈ શકે છે અને પુરુષને પણ લાંબા લાંબા બે હાથ હોય છે. વૃક્ષને પણ વચ્ચે એક ઉંચી ગયેલી સ્થૂલ શાખા હોઈ શકે છે અને પુરુષને પણ વચ્ચે સ્થૂલ અને ઉંચો માથાનો ભાગ હોઈ શકે છે. આ રીતે વૃક્ષના અને પુરુષના ઊર્ધ્વતારોહ, પરિણાહ,