________________
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૮૭
વિવેચન - તે મોક્ષના આત્માને જ્ઞાનાભાવ કે જીવત્વાભાવ થતો નથી. આ વાત હવે પૂજ્યશ્રી પોતે જ તર્ક આપીને સમજાવે છે.
ગણધરવાદ
તે મુક્તિગત આત્માને જે કારણથી “આવું” માનવું ઉચિત નથી.
પ્રશ્ન - શું માનવું ઉચિત નથી ?
ઉત્તર - નીવત્વ (જીવત્વ) નામની પોતાની અસલ જે મૂલ જાતિ છે તેનાથી અન્ય એવી ‘‘અનીવત્વ’’ (અજીવત્વ) નામની જે અન્ય જાતિ છે તેમાં ગમન થયું તે ઉચિત નથી. અર્થાત્ તે મુક્તિગત આત્મા જીવને બદલે અજીવ થઈ જાય, આ વાત ઉચિત નથી.
પ્રશ્ન - આ જાયન્તર પામવું તે કેવું છે ?
ઉત્તર - અત્યન્ત વિપરીત છે. જીવત્વજાતિથી અત્યન્ત વિપરીત છે.
પ્રશ્ન કોનાથી આ અત્યન્ત વિપરીત છે ?
ઉત્તર - જીવમાં રહેલી જીવત્વ જે જાતિ છે તે પોતાના સ્વભાવભૂત છે. પોતાના સ્વરૂપાત્મક છે. તેથી સ્વરૂપભૂત અથવા સ્વભાવભૂત એવી જીવત્વજાતિથી આ અજીવત્વજાતિ સર્વથા વિપરીત છે. માટે તેવી વિપરીત જાતિને આ મુક્તાત્મા પામતો નથી.
પ્રશ્ન - આ સ્વભાવભૂત જીવત્વજાતિ કોના જેવી છે ?
ઉત્તર
-
મૂલ ગાથામાં દ્રવ્વામૂત્તત્ત આટલો જ નિર્દેશ છે. પણ ત્યાં ઉપમાનની પ્રધાનતાવાળો નિર્દેશ છે. માટે ઉપમાવાચક વત્ પ્રત્યય સ્વયં સમજી લેવો. તેથી દ્રવ્યામૂર્તત્ત્વવત્
જીવમાં રહેલા દ્રવ્યત્વની જેમ અને જીવમાં રહેલા અમૂર્તત્વની જેમ.
=
-
પ્રશ્ન - એવું કોઈ દૃષ્ટાન્ત છે કે જે પદાર્થ પોતાની મૂલ જાતિથી અત્યન્ત વિપરીત એવી જાત્યન્તરને ન જ પામતું હોય ?
ઉત્તર
હા, જેમકે આકાશ. આકાશ મૂલભૂત જાતિથી અજીવ છે તે ક્યારેય પોતાની જાતિથી વિપરીત જાતિ જે જીવત્વજાતિને પામતું નથી. તેમ મુક્તાત્મા અજીવત્વને ક્યારેય પામતા નથી. ઉપર કહેલી સઘળી વાતનો સાર આ પ્રમાણે છે
-
આકાશમાં જેમ અજીવત્વ સ્વભાવભૂત છે તેમ. દ્રવ્યત્વ અને અમૂર્તત્વ એ જીવની અનાદિકાલની સ્વયં પારિણામિકભાવે રહેલી સ્વભાવભૂત જાતિ છે. તેનાથી અત્યન્ત વિપરીત એવું જે જાત્યન્તર છે તે અદ્રવ્યત્વ અને મૂર્તત્વ છે. આ જીવનું ક્યારેય પણ એટલે કે કોઈપણ અવસ્થામાં આવા પ્રકારના (અદ્રવ્યત્વ અને મૂર્તત્વરૂપ) જાત્યન્તરમાં ગમન