________________
૫૮૬
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
સાધવાથી આ હેતુ વિરુદ્ધ હેતુ છે આવું તમારું કથન શોભાને કેમ પામે ? અર્થાત્ તમારું આ કથન જરા પણ શોભાને પામશે નહીં. કારણ કે અજ્ઞાનતા અને અજીવતા અમને માન્ય છે.
ઈન્દ્રિયો ન હોવાથી મુક્તાત્મામાં જેમ જ્ઞાન થતું નથી તેમ જીવત્વ પણ રહેતું નથી એમ અમે તો કહી દઈશું. તેથી હે ભગવાન્ ! તમારે જ મુક્તાત્મામાં જ્ઞાનિત્વ અને જીવત્વ સિદ્ધ કરવાનું રહેશે. કારણ કે જૈનદર્શનકારોએ મુક્તાત્મામાં અજ્ઞાનિત્વ અને અજીવત્વ સ્વીકાર્યું નથી. તેથી તમે જે અમને “અજીવત્વ” આવવાની આપત્તિ આપી, તે દૂષણ તમારે જ ટાળવાનું રહેશે. (અમને તમે દોષ આપશો તો અમે તો તેમાં અજીવત્વ છે એમ સ્વીકારી લઈશું. માટે તમારે જ તે દૂષણ ટાળવું પડશે.) જે દૂષણ પોતાને આવતું જ હોય તે દૂષણ બીજાને કેમ અપાય ?
ઉત્તર - “સત્ય ” તમારી આ વાત સાચી છે. મુક્તાત્મામાં અજીવત આવતું નથી, આવો જવાબ હમણાં હું જ આપવાનો છું. પરંતુ તમારી શક્તિની પરીક્ષા કરવા માટે મેં આ આડો પ્રશ્ન કર્યો હતો કે “મુક્તાત્માને ઈન્દ્રિયો ન હોવાથી જો અજ્ઞાનિત્વ માનીએ તો તે જ હેતુથી અજીવત્વ પણ આવી જાય” આવું સાંભળીને કદાચ ક્ષોભથી પ્રતિભા વિનાના થયા છતા તમે મનમાં આવું વિચારો કે “હા, અજ્ઞાનિત્વ માનવાથી તો જીવ અજીવ થઈ જાય અને જીવ અજીવ થઈ જાય આ વાત ઉચિત નથી.” આમ પ્રત્યુત્તર આપવામાં અલિત થયા છતા મૌન થઈ જશે, એવા આશયથી મેં તમને આવો પ્રશ્ન કર્યો હતો. પરમાર્થથી તો મારે જ તમને જવાબ આપવાનો છે કે ઈન્દ્રિયો ન હોવા છતાં મુક્તાત્મામાં અજ્ઞાનિત્વ પણ નથી અને અજીવત્વ પણ નથી. તે કેમ નથી ? તે હવે હું જ તમને સમજાવું છું - II૧૯૯૭ll.
दव्वामूत्तत्त सहावजाईओ तस्स दूरविवरीयं । न हि जच्चंतरगमणं जुत्तं नभसोव्व जीवत्तं ॥१९९४॥ (द्रव्यामूर्तत्ववत् स्वभावजातितस्तस्य दूरविपरीतम् । न हि जात्यन्तरगमनं युक्तं नभस इव जीवत्वम् ॥)
ગાથાર્થ - તે મુક્તાત્માને પોતાની સ્વાભાવિક જાતિથી અત્યન્ત વિપરીત એવું જાત્યન્તરગમન દ્રવ્યત્વ અને અમૂર્તત્વની જેમ માનવું ઉચિત નથી. જેમકે આકાશમાં જીવ–. I/૧૯૯૪