________________
અગિયારમા ગણધર - પ્રભાસ
(मुक्तः करणाभावादज्ञानी खमिव, ननु विरुद्धोऽयम् । यदजीवताऽपि प्राप्नोत्येतस्मादेव भणति तन्नाम ॥ )
ગણધરવાદ
૫૮૫
ગાથાર્થ - મુક્તાત્મા ઈન્દ્રિયો વિનાનો હોવાથી આકાશની જેમ અજ્ઞાની સિદ્ધ થશે. ખરેખર આ વિરુદ્ધહેતુ થાય છે. કારણ કે જો આમ હોય તો મુક્તાત્મામાં અજીવતા પણ સિદ્ધ થાય. પ્રશ્નકાર કહે છે કે ભલે, તે અજીવતા પણ મુક્તાત્મામાં હો. ૧૯૯૩
વિવેચન - અહીં પ્રભાસજી પ્રશ્ન કરે છે કે મોક્ષમાં ગયેલો આત્મા શરીર વિનાનો છે અને શરીર ન હોવાથી ઈન્દ્રિયો વિનાનો પણ છે. તથા ઈન્દ્રિયો એ જ જ્ઞાનનું સાધન છે. મુક્ત જીવને ઈન્દ્રિયો નથી એટલે જ્ઞાન પણ થશે નહીં. તેથી મુક્તનો આત્મા તો અજ્ઞાની અર્થાત્ જ્ઞાન વિનાનો જ થશે. જેમ આકાશને ઈન્દ્રિયો નથી તેથી જ્ઞાન થતું નથી. તેમ આ આત્માને પણ જ્ઞાન થશે નહીં. અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે -
मुक्तात्मा अज्ञानी, करणाभावात्, आकाशवत्
ઉત્તર - ઉપરના પ્રશ્નનો ઉત્તર ભગવાન શ્રી મહાવીરપ્રભુ આપે છે કે ધર્મી એવા આત્માનું જ્ઞાનાત્મકપણું એ સહજ સ્વરૂપ છે. તેના કરતાં વિપરીત (અજ્ઞાનાત્મકતા) સાધ્યને સાધનારો આ હેતુ છે. માટે તમારો હેતુ વિરુદ્ધ હેત્વાભાસ છે. સારાંશ એ છે કે જ્ઞાનાત્મકતા કે જીવાત્મકતા એ તો જીવનું સહજ સ્વરૂપ છે. ઈન્દ્રિયો હોય કે ઈન્દ્રિયો ન હોય તેથી જીવનું મૂલભૂત સ્વરૂપ કંઈ ચાલ્યું જતું નથી. તેથી જીવની જ્ઞાનાત્મકતા ચાલી જતી નથી. જો ઈન્દ્રિયો ચાલી જવાથી જીવના મૂલસ્વરૂપભૂત જ્ઞાનાત્મકતા પણ ચાલી જાય તો તો આવો પ્રશ્ન પણ થાય કે હવે ઈન્દ્રિયો નથી એટલે જીવનું જીવત્વ પણ મોક્ષકાલે ન હોય અર્થાત્ જીવ એ મોક્ષકાલે અજીવ બની જાય છે. આવું પણ કહી શકાય. અનુમાનપ્રયોગ આ પ્રમાણે
-
मुक्तात्मा अजीवः, करणाभावात् आकाशवत्
પ્રશ્નકાર - ભલેને એમ હો. પોતાની મોટાઈ સાથે પ્રશ્નકાર પ્રભાસજી પરમાત્માની સામે એમ કહે છે કે ઈન્દ્રિયો (તથા શરીર વગેરે સાધન) ન હોવાથી મુક્તાત્મા જ્ઞાન શેનાથી કરે ? માટે અજ્ઞાની હોય છે એમ હું કહું છું ત્યારે તમે કહો છો કે એમ જો ઈન્દ્રિયો ન હોવાથી જ્ઞાન ન હોય તો જીવ અજીવ થઈ જાય. તો ભલેને અજીવ થઈ જાય. તે મુક્તાત્મા અજ્ઞાની પણ હોય છે અને અજીવ પણ હોય છે એમ અમે કહીશું. એમ કહેવામાં અમને કંઈ દોષ નથી. આ રીતે ‘રામાવાત્’’ હેતુથી જેમ અજ્ઞાનિતા સિદ્ધ થાય છે તેમ અનીવતા પણ સિદ્ધ થશે જ. તેથી ધર્મીના સ્વરૂપથી વિરુદ્ધ સાધ્યને