________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ઉપરોક્ત વેદોના, ઉપનિષદોના અને પુરાણોના પાઠો જોતાં એમ જણાય છે કે ત્રણસ્થાવર કે સંસારી અને મુક્ત જેવા જીવોના ભેદ જ નથી. સર્વત્ર બ્રહ્મસ્વરૂપ એક પુરુષ જ છે. અર્થાત્ એક જ જીવ છે. આવા પ્રકારનો કોઈ વેદાન્તવાદી પ્રશ્ન કરે તો તેનો હવે પછીની ૧૫૮૧મી ગાથામાં ઉત્તર જણાવે છે. ll૧૫૮૦ll
जइ पुण सो एगोच्चिय, हवेज वोमं व सव्वपिंडेसु । गोयम ! तदेगलिंगं पिंडेसु तहा न जीवोऽयं ॥१५८१॥ ( यदि पुनः स एक एव, भवेद् व्योमेव सर्वपिण्डेषु ।
गौतम ! तदेकलिङ्ग, पिण्डेषु तथा न जीवोऽयम् ॥) ।
ગાથાર્થ - જો આકાશની જેમ સર્વપિંડોમાં તે જીવ એક જ છે એમ માનીએ તો શું દોષ ? હે ગૌતમ ! સર્વ પિંડોમાં તે આકાશ એકલિંગવાળું દેખાય છે. તેમ આ જીવ એકલિંગવાળો દેખાતો નથી. ll૧૫૮૧//
વિવેચન - કોઈ વેદાન્તવાદી ચાલી આવતી જીવતત્ત્વની ચર્ચામાં પ્રશ્ન કરે છે કે ૧૫૮૦ ગાથાના વિવેચનમાં કહેલા વેદ અને ઉપનિષદના પાઠોના આધારે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવોના સર્વ શરીરપિંડોમાં જેમ આકાશતત્ત્વ એક છે એમ જીવતત્ત્વ પણ એક જ છે. પરંતુ સંસારી અને મુક્ત ઈત્યાદિ ભેદથી ભિન્ન ભિન્ન જીવ નથી એમ માનીએ તો શું દૂષણ આવે ?
આવા પ્રકારના પ્રશ્નની સામે ભગવાન કહે છે કે - હે ગૌતમ ! ચેતન કે અચેતન એવા સર્વે પણ પુદ્ગલપિંડોમાં (રૂપી દ્રવ્યોમાં) રહેલું એવું આકાશ એક જ લિંગવાળું છે. સર્વને અવગાહના આપવી એવા પ્રકારનું લિંગ સર્વ આકાશમાં છે. વિદેશતા (જુદાં જુદાં લિંગો) નો અભાવ હોવાથી સર્વત્ર આકાશ એક છે એમ માની શકાય, માટે સર્વને અવગાહ આપવો, આવા પ્રકારનું એક જ લિંગ સર્વત્ર હોવાથી આકાશનું એકત્વ માનવું ઉચિત છે. પરંતુ હાલ જેનો વિચાર કરી રહ્યા છીએ એવો આ જીવ તેવા પ્રકારના એકલિંગવાળો નથી. કારણ કે શરીરસંબંધી પુગલપિંડોમાં તે જીવનું જે ચેતનાલક્ષણ લિંગ છે તે વિલક્ષણ દેખાય છે. કોઈ શરીરપિંડમાં ચેતના અધિક, કોઈ શરીરપિંડમાં ચેતના હીન એમ શરીરે શરીરે હીનાધિકપણે અનેક પ્રકારની વિલક્ષણતા જણાય છે. માટે ચેતનાલક્ષણનો હીનાધિકપણે ભેદ હોવાથી લક્ષ્ય એવો જીવ પણ જુદો જુદો છે. તેથી સર્વ શરીર-પિંડોમાં જીવ એક છે એવું માની ન શકાય. l/૧૫૮૧/