SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ एक एव हि भूतात्मा भूते भूते प्रतिष्ठितः । ધા વહુધા ચૈવ, દૃશ્યતે નલવન્ત્રવત્ ॥ બ્રહ્મબિન્દુ ઉપનિષદ્ ૧૧ = ગણધરવાદ यथा विशुद्धमाकाशं, तिमिरोपप्लुतो जनः । सङ्कीर्णमिव मात्राभिर्भिन्नाभिरभिमन्यते ॥ तथेदममलं ब्रह्म, निर्विकल्पमविद्यया । ષત્વમિવાપાં, મેદ્રરૂપં પ્રાજ્ઞતે । બૃહદારણ્યકભાષ્યવાર્તિક ૩-૪-૪૩, ૪૪ उर्ध्वमूलमधः शाखमश्वत्थं प्राहुरव्ययम् । ઇન્દ્રાંતિ યસ્ય પીનિ, યસ્તં વેટ્ સ વેવિત્ ॥ ભગવદ્ગીતા ૧૫-૧ જુદા-જુદા ભૂતોમાં એક જ આત્મા રહેલો છે. પણ આકાશમાં જેમ એક જ ચંદ્ર હોવા છતાં જળમાં પ્રતિબિંબરૂપે અનેક ચંદ્ર દેખાય છે તેમ આ જીવ પણ એક જ હોવા છતાં બહુપ્રકારે દેખાય છે. અથવા આકાશ જેમ એક જ છે, વિશુદ્ધ જ છે છતાં તિમિરના રોગવાળો પુરુષ તે જ આકાશને ભિન્ન-ભિન્ન એવી અનેક રેખાઓ વડે ભરપૂર ભરેલું ચિત્ર-વિચિત્ર દેખે છે. તેવી જ રીતે વિકલ્પો વિનાનું અને અત્યન્ત નિર્મળ એવું આ એક જ બ્રહ્મતત્ત્વ છે. છતાં અવિદ્યાના કારણે તે બ્રહ્મતત્ત્વ જાણે કલુષિત થયું ન હોય તેમ અનેકરૂપે જગતના જીવોને ભાસે છે. = સૃષ્ટિનું મૂલ બ્રહ્મા છે. તે મૂળ ઉર્ધ્વ-આકાશમાં છે અને તેમાંથી નીકળેલી જીવોરૂપી શાખાઓ નીચે-પાતાલમાં છે એવા અશ્વત્થવૃક્ષને અવ્યય નિત્ય = સદાસ્થિત કહેવામાં આવ્યું છે. છંદો તે આ વૃક્ષમાં પાંદડાં છે. જે લોકો આ બ્રહ્મને જાણે છે તે જ સાચા વેદશ વેદને જાણનારા એટલે બ્રહ્મજ્ઞ = બ્રહ્મને જાણનારા કહેવાય છે. ઉપરોક્ત બધા જ પાઠો એમ સૂચવે છે કે આત્મા જુદા-જુદા નથી પણ એક બ્રહ્મા જ છે. સર્વ શરીરોમાં એક જ આત્મા છે. તથા વળી ‘પુરુષ વવું નિં સર્વ, યત્ મૂર્ત, યત્ત્વ ભાવ્યમ્, તામૃતત્વયેશાન:, યવનેનાતિરોતિ, યવેત્નતિ, યત્ નૈનતિ, યત્ રે, યદ્ અન્તિ, યન્તરસ્ય સર્વસ્થ, યત્ સર્વસ્વાસ્ય વાદ્યત: '' ઈત્યાદિ ઉપનિષદોના પાઠોમાં કહ્યું છે કે “જે ભૂતકાળમાં હતું, ભાવિમાં જે કંઈ થશે અથવા જે અમરપણાનો સ્વામી છે તે સઘળું પુરુષ જ છે કે જે અન્નથી વધે છે, જે યજ્ઞ કરે છે, જે યજ્ઞ નથી કરતો, જે દૂર છે, જે નજીક છે, જે સર્વની અંદર છે અને જે સર્વની બહાર છે. તે સર્વે પુરુષવિશેષ જ છે.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy