________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૧૩
(વિશેષતા) કરાતી નથી. તો આત્મા તો આકાશની જેમ જેવો પહેલાં છે તેવો જ પછી પણ છે. ઘટ આવે કે જાય તેમાં આકાશમાં કંઈ હાનિ-વૃદ્ધિ થતી નથી. વાદળ આવે કે વાદળ જાય તેમાં સૂર્યમાં કંઈ ફરક પડતો નથી. તે તો જેમ છે તેમ જ રહે છે. તેવી રીતે કર્મો આવે કે કર્મો જાય તેમાં જીવમાં કંઈ હાનિ-વૃદ્ધિ થતી નથી. ફરક પડતો નથી. જીવ તો જેવો છે તેવો જ સદા રહે છે. માટે મોક્ષ કૃતક પણ નથી અને અનિત્ય પણ નથી.
પ્રશ્ન - આત્મા એ દ્રવ્ય છે અને કર્મનો સંયોગ એ સંસારિત્વ અને કર્મનો વિયોગ એ મુક્તત્વ આ જીવના પર્યાય છે. દ્રવ્યથી પર્યાય કંઈક ભિન્ન પણ છે અને કંઈક અભિન્ન પણ છે. તેથી જ્યારે આત્મા અને કર્મસંયોગ-વિયોગ સ્વરૂપ પર્યાય ભિન્ન માનીએ ત્યારે આત્મા જરૂર નિત્ય પણ છે. છતાં જ્યારે આ બન્ને પર્યાયને અભિન માનીએ ત્યારે કર્મના સંયોગ-વિયોગરૂપ પર્યાય કૃતક અને અનિત્ય હોવાથી તેનાથી અભિન્ન એવો આત્મા પણ કથંચિત્ કૃતક અને કથંચિ અનિત્ય પણ થાય છે. તેથી આત્મા અને આત્માના પર્યાયસ્વરૂપ મોક્ષને કથંચિત્ કૃતક અને કથંચિત્ અનિત્ય માનીએ તો શું દોષ ?
ઉત્તર - બહુ જ સારું. આમ જ છે. કથંચિત્ અનિત્યત્વ માન્ય છતે અમને તો સિદ્ધસાધ્યતા જ છે. કારણ કે સર્વે પણ વસ્તુઓ દ્રવ્ય અને પર્યાય એમ ઉભયસ્વરૂપ હોવાથી કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સ્વરૂપ છે જ તેમ માનવામાં કોઈ દોષ લાગતો નથી. /૧૮૩૯
આત્મા સાથે બંધાયેલાં કાર્મણવર્ગણાનાં કર્મરૂપે જે પુદગલો છે તે નિર્જરા પામ્યાં છતાં જીવવડે ત્યજાયેલાં ચૌદ રાજલોકપ્રમાણ લોકાકાશમાં જ રહે છે. લોકાકાશની બહાર ક્યાંય પણ જતાં નથી. જીવ પણ લોકાકાશની મધ્યમાં જ રહે છે. લોકબહાર જતો નથી. તેથી જેમ આકાશ અને ઘટનો જે સંયોગ હતો તે ઘટ ફુટી જવાથી ઘટથી તો આકાશ વિયોગ પામ્યું. પરંતુ ત્યાં ઘટની જગ્યાએ કપાલનાં (ઠીકરાંના) પુદ્ગલોનો સંયોગ તેવોને તેવો જ રહે છે. આકાશને ઘટનો સંયોગ હતો તેને બદલે કપાલના પુગલોનો સંયોગ થયો. તેમ કર્મ નિર્જરા પામવાથી કર્મનો અને જીવનો સંયોગ ન રહ્યો, વિયોગ થયો. પરંતુ કાર્મણવર્ગણાનાં પુદ્ગલોનો સંયોગ તો ચાલુ જ રહ્યો છે.
તેથી જીવનું અને કાશ્મણ વર્ગણાનાં પુગલોનું એકસ્થાને સાથે રહેવાપણું હોવાથી ફરીથી પણ તે જીવને કર્મરૂપે બંધ કેમ ન થાય ? આવી શંકાનો ઉત્તર આપે છે -
सोऽणवराहोव्व पुणो, न बज्झए बंधकारणाभावा । जोगा य बंधहेऊ, न य ते तस्सासरीरो त्ति ॥१८४०॥