________________
૪૧૨
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ સંયોગ તે સંસાર” અને “આત્મા તથા કર્મનો વિયોગ તે મોક્ષ” આવું શાસ્ત્રોમાં કહેવાયું છે. ત્યાં તપ-સંયમાદિ ગુણોની આરાધનાના પ્રભાવથી જીવમાંથી કર્મપુદ્ગલો દૂર કરાયે છતે આત્મામાં નવું અધિક શું કરાય છે? કે જેથી મોક્ષને કૃતક માનવો પડે અને તેનાથી મોક્ષની અનિયતા સિદ્ધ થાય છે આવો પ્રશ્ન કરવો પડે.
કદાચ એમ કહો કે “આત્મા અને કર્મનો વિયોગ” આ જ “કરાય” છે માટે ક્રિયમાણ હોવાથી કતક છે અને કૃતક હોવાથી તેને જ અનિત્ય કહેવાય છે. માટે મોક્ષ એ અનિત્ય છે આવું જો કોઈ કહે, તો આ વાત બરાબર નથી. તે સમજાવતાં પરમાત્માશ્રી કહે છે કે “મુરાદિ (મુર-પત્થર વગેરે)થી આકાશમાં રહેલા ઘટનો જ્યારે વિનાશ કરાય છે ત્યારે ઘટનો જરૂર વિનાશ થાય છે. પરંતુ તે વિનાશ ઘટમાં થયો છે. આકાશમાં થતો નથી. તેથી ઘટનો વિનાશ થયે છતે તે આકાશમાં શું અધિક કરાયું ? અર્થાત્ આકાશમાં કંઈપણ અધિક કરાયું નથી. એ જ પ્રમાણે અહીં પણ આત્માને લાગેલાં કર્મોનો વિનાશ કરાયે છતે તે વિનાશ કર્મમાં થાય છે, આત્મામાં થતો નથી. માટે કર્મનો વિનાશ થયે છતે જીવમાં શું અધિક કરાયું? કે જેથી જીવનું એકાકી થવાપણારૂપ મોક્ષનું કૃતકત્વ માનીને મોક્ષનું અનિત્યત્વ કહેવાય છે ?
પ્રશ્ન - “કર્મનો વિનાશ” જે કરાય છે તે ક્રિયમાણ હોવાથી ઘટવિનાશની જેમ કૃતક છે અને “સર્વકર્મનો ક્ષય” એ જ મોક્ષ કહેવાય છે. તે મોક્ષને અનિત્ય કેમ ન કહેવાય? જેમ ઘટનો વિનાશ કરાય છે માટે તેને કૃતક અને અનિત્ય કહેવાય છે. તેમ “કર્મનો વિનાશ” એ જ મોક્ષ છે અને કર્મનો વિનાશ તો કરાય જ છે. તે કૃત્રિમ હોવાથી અનિત્ય છે અને તે કર્મના વિનાશને જ મોક્ષ કહેવાય છે. તો તે મોક્ષ પણ કૃતક જ થયો અને અનિત્ય જ થયો.
ઉત્તર - ઉપરનો પ્રશ્ન બરાબર નથી. કારણ કે “ઘટનો વિનાશ કરાય છે” એટલે શું ? જે ઘટ અને આકાશનો સંયોગ છે તેનો વિયોગ કરાય છે. એટલે કે જે આકાશ ઘટની સાથે જોડાયેલું હતું તે હવે કેવળ એકલા આકાશનો અભાવ છે. તેની સાથે ઘટ નથી. આટલું જ માત્ર છે. આ રીતે “કેવળ એકલા આકાશનું હોવું તે જ ઘટવિનાશ” તેનાથી વિશેષ એવો આ ઘટવિનાશ કંઈ પણ નથી અને ઘટનો સંયોગ હોય કે ઘટના વિયોગ થાય આ બન્ને અવસ્થામાં આકાશદ્રવ્યમાં કંઈપણ અધિકતા કરાતી નથી. કારણ કે તે આકાશ તો સદાકાળ તેમને તેમ જ અવસ્થિત છે, માટે નિત્ય છે. એ જ પ્રમાણે અહીં પણ કર્મનો વિનાશ થવો એટલે કે “કેવળ એકલા આત્માનું હોવું” આવા પ્રકારનો કર્મક્ષય આત્માથી કંઈ ભિન્ન નથી. તેમજ તેમાંથી આત્માની કોઈપણ જાતની અધિકતા