________________
૪૧૪
છઠ્ઠા ગણધર - મંડિક
(सोऽनपराध इव पुनर्न बध्यते बन्धकारणाभावात् । योगाश्च बन्धहेतवो न च ते तस्याशरीर इति ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - કર્મબંધનાં કારણો ન હોવાથી ફરીથી તે જીવને કર્મનો બંધ અનપરાધી પુરુષની જેમ થતો નથી. યોગો એ બંધનાં કારણો છે. તે મુક્તિગતજીવને તે યોગ નથી. કારણ કે શરીરરહિત છે. ૧૮૪૦ વિવેચન - મોક્ષમાં ગયેલા જીવોને સ્પર્શીને તેઓની સાથે સમાવગાહીપણે કાર્મણવર્ગણાનાં પુદ્ગલો ભલે રહેલાં હોય તો પણ તે મુક્તિગત જીવોને ફરીથી કર્મનો બંધ થતો નથી. કારણ કે કર્મનો બંધ કરાવે એવાં તેનાં કારણો મુક્તિગત જીવોમાં નથી. જેમ અપરાધ કરીને કારાવાસમાં ગયેલો જીવ મુદત પૂરી થતાં જ્યારે કારાવાસથી છૂટે છે ત્યારબાદ જો કોઈ પણ જાતનો અપરાધ હવે તે ન કરે તો ફરીથી તે કારાવાસને પામતો નથી. તેમ સંસારમાંથી છૂટેલા જીવમાં કર્મબંધનાં કારણો નથી. માટે તે જીવ ફરીથી કર્મબંધ કરતો નથી.
પ્રશ્ન - કર્મબંધનાં કારણો ક્યાં ? કે જે સિદ્ધમાં નથી.
ઉત્તર મનોયોગ-વચનયોગ અને કાયયોગ એ કર્મબંધનાં કારણો છે. જોકે મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગ એમ કર્મબંધનાં પાંચ કારણો છે. પરંતુ મિથ્યાત્વ પહેલા ગુણઠાણા સુધી, અવિરતિ ૪/૫ સુધી, પ્રમાદ ૬ સુધી, કષાય ૧૦ સુધી જ બંધહેતુ છે. જ્યારે યોગ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી બંધહેતુ છે. તેથી વ્યાપકતાની દૃષ્ટિએ યોગને બંધહેતુ કહ્યો છે. તથા યોગ જ કાર્યણવર્ગણાના પ્રદેશોનું ગ્રહણ કરાવે છે. પ્રદેશબંધનું તે યોગ જ કારણ છે. આવા મન-વચન-કાયાના યોગો સિદ્ધના જીવને નથી.
કારણ કે સિદ્ધના આત્માઓ શરીર વિનાના છે. અશરીરી હોવાથી કાયા-વચન અને મન વિનાના છે. આ રીતે ત્રિવિધ યોગરહિત છે. માટે કર્મનો બંધ તેઓને થતો નથી.
-
કાર્પણવર્ગણાનાં પુદ્ગલોનો સંયોગ મોક્ષના જીવોને અવશ્ય છે. કારણ કે બન્ને તત્ત્વો લોકમાં જ રહેનારાં છે. પરંતુ “માત્ર સંયોગ” તે અહીં બંધ કહેવાતો નથી. જો એમ માનીએ તો અતિવ્યાપ્તિ દોષ આવે. કારણ કે આ સંસારમાં કર્મોનો ક્ષય કરીને લોકાકાશમાં જ્યાં જાઓ ત્યાં પુદ્ગલોનો સંયોગ તો હોય જ. તેથી કોઈ સર્વથા મુક્ત તો બની શકે જ નહીં. તેથી આ વ્યાખ્યા સંસારીમાં તો લાગે, પણ મુક્તમાં પણ લાગુ પડશે. આ રીતે અતિવ્યાપ્તિ આવે. તથા સંસાર-મુક્ત જેવી વ્યવસ્થા પણ ન રહે. માટે “સંયોગમાત્ર તે બંધ નથી.” પરંતુ મિથ્યાત્વાદિ પાંચ બંધ હેતુઓના કારણે આત્માની સાથે