________________
છઠ્ઠા ગણધર - મંડિક
પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ સ્વરૂપે બંધાયેલાં-ક્ષીરનીર અને લોહાગ્નિની જેમ એકમેકપણાને પામેલાં એવાં કર્મપુદ્ગલોનો જે સંબંધ થાય છે તેને જ બંધ તરીકે કહેવાય છે. ૧૮૪૦ આ સિદ્ધગત આત્મા બૌદ્ધમતની જેમ આપના મતે ફરીથી સંસારમાં જન્મ ધારણ કરે કે જન્મ ધારણ ન કરે ? આવી શંકાનો ભગવાન ઉત્તર આપે છે -
પ્રશ્ન - હે ભગવાન્ !
ગણધરવાદ
न पुणो तस्स पसूई, बीयाभावादिहंकुरस्सेव ।
बीयं च तस्स कम्मं, न य तस्स तयं तओ निच्चो ॥१८४१ ॥
(न पुनस्तस्य प्रसूतिर्बीजाभावादिहाङ्कुरस्येव ।
बीजं च तस्य कर्म, न च तस्य तत्ततो नित्यः ॥ )
૪૧૫
ગાથાર્થ - બીજના અભાવથી અંકુરાની જેમ તે મુક્ત આત્માની ફરીથી સંસારીપણે પ્રસૂતિ થતી નથી. અહીં કર્મ એ જ બીજ જાણવું. તે બીજ મુક્તજીવને નથી. તેથી તે મુક્તજીવ નિત્ય છે. ૧૮૪૧॥
વિવેચન - હેમંડિકબ્રાહ્મણ ! મોક્ષમાં ગયેલા તે જીવનો ફરીથી સંસારી તરીકે ઉત્પાદ થતો નથી. અર્થાત્ સિદ્ધ થયેલા આત્માઓ ફરીથી સંસારમાં જન્મ ધારણ કરતા નથી. કારણ કે સંસારપ્રાપ્તિનું=જન્મ-મરણાદિ પ્રાપ્તિનું મૂલભૂત જે બીજ (કર્મ) છે તે બીજ સિદ્ધ આત્માઓમાં નથી. તેથી સંસારમાં ફરીથી જન્મ ધારણ કરતા નથી. જેમકે જે જવના બીજનો નાશ કર્યો હોય છે ત્યાં જવના અંકુરા ફરીથી ઉગતા નથી. તેમ અહીં બીજના અભાવથી જન્માદિ થતા નથી.
પ્રશ્ન - સંસારપ્રાપ્તિનું બીજ શું સમજવું ?
ઉત્તર - સંસારપ્રાપ્તિનું બીજ ‘કર્મ” જ જાણવું. કારણ કે કર્મોના ઉદયથી જ જીવને નર-નારકાદિ ભવની પ્રાપ્તિ થાય છે. કર્મ જ જીવને સુખ-દુઃખાદિ ભાવો આપનારું છે તે કર્મ સિદ્ધ પરમાત્માઓને નથી. તેથી સિદ્ધ થયેલા આત્માઓ બીજભૂત કર્મનો અભાવ હોવાથી ફરીથી આ સંસારમાં આવતા નથી. જન્મ-મરણાદિ પામતા નથી. તેથી મુક્તિગત જીવોની મુક્તાવસ્થા નિત્ય છે. અનંતકાલ રહેનારી છે. ૧૮૪૧
મુક્તિગત આત્માઓ મુક્તિમાં અનંતકાલ રહે છે. અર્થાત્ મોક્ષ નિત્ય છે આ વાત બીજી યુક્તિઓ દ્વારા પણ સિદ્ધ કરે છે